Site icon Revoi.in

બોમ્બને બદલે હવે સોશિયલ મીડિયાથી ફેલાઇ રહ્યો છે આતંકવાદ, જાણો આતંકીઓ કઇ રીતે ઑનલાઇન કરે છે કામ

Social Share

નવી દિલ્હી: દુશ્મન દેશો દ્વારા પહેલા બોમ્બ વિસ્ફોટ કે ફિદાઇન દ્વારા આતંકી હુમલાને અંજામ આપવામાં આવતો હતો પરંતુ હવે ટેક્નોલોજીથી ભરપૂર 21મી સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતને નુકસાન પહોંચાડવા માટે આતંકીઓ સક્રિય થયા છે.

ભારતમાં સક્રિય થવા માટે આતંકી સંગઠનો હવે સોશિયલ મીડિયાના માધ્યમથી મોડસ ઓપરેન્ડી ચલાવી રહ્યા છે. આતંકી સંગઠનો પહેલા ગુજરાત કે ભારતના અન્ય રાજ્યમાં સક્રિય થવા માટે સોશિયલ મીડિયાના માધ્યમ પર એક ફેક એકાઉન્ટ બનાવે છે અને તે એકાઉન્ટ મારફતે હિંદુઓ માટે ભડકાઉ કે આતંકી સંગઠન તરફેણના ફોટો-વીડિયો કે લખાણ પહેલા પોસ્ટ કરે છે અને આ પોસ્ટ પર કોણ કોણ લાઇક કે શેર કરે છે તો તેની સાથે વાત કરવાની શરૂઆત કરાય છે.

વાત શરૂ કર્યા બાદ તેને પ્રલોભનનો શિકાર બનાવાય છે અને બાદમાં તેને પોતાના આતંકી સંગઠનમાં જોડાવાની સલાહ આપવામાં આવે છે. ત્યારબાદ બંને યૂઝર્સ ટ્રેક ના થઇ શકે તે માટે વાતચીત દરમિયાન કોર્ડવર્ડનો ઉપયોગ કરાય છે.

બગથી થાય છે એટેક

ગુજરાત પોલીસ અને અન્ય રાજ્યની પોલીસ તપાસમાં અનેલ વખત સામે આવ્યું છે કે, ગુજરાતમાં બેઠા બેઠા કે અન્ય રાજ્યમાં બેઠા બેઠા પાકિસ્તાની આતંકી સંગઠન કે અન્ય આતંકી સંગઠન સાથે સંપર્કમાં રહીને ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. ત્યારે આતંકી સંગઠનો બીજો એટેક બગ મારફતે કરતા હોય છે.

શું હોય છે બગ?

કોઇપણ એપ્સ, સોફ્ટવેર કે પછી વેબસાઇટ બનાવતા સમયે તેમાં કોઇપણ પ્રકારની નાની ટેકનિકલ ખામી રહી જાય કે જેના લીધે તે સરખી રીતે કામ ના કરે ત્યારે તેમાં બગનો પ્રવેશ થયો હોય તેવું કહેવાય છે. તે બગ સિસ્ટમ સાથે છેડછાડ કરી શકે છે. બગ મારફતે પણ આતંકીઓ કોઇને કોઇ રીતે યૂઝર્સ સુધી પહોંચવા પ્રયાસ કરતા હોય છે તેથી સાઇબર ક્રાઇમની ટીમ બગ શોધવા હાલમાં પ્રયાસરત છે.