Site icon Revoi.in

એન્ડ્રોઇડ યૂઝર્સ ચેતી જજો, ફરી સક્રિય થયો જોકર માલવેર, આ એપ્સ આજે જ હટાવો

Social Share

નવી દિલ્હી: જો તમે પણ એન્ડ્રોઇડ ફોનના યૂઝર્સ છો તો તમારે ચેતવાની જરૂર છે. કારણ કે હવે જોકર માલવેર ફરીથી સક્રિય થયો છે. સાઇબર સિક્યોરિટી ફર્મ કાસ્પરસ્કાયના વિશ્લેષક Tatyana Shishkova તરફથી આ વાયરસની વાપસી અંગે ચેતવણી આપવામાં આવી છે. હાલ જોકર માલવેર ઓછામાં ઓછી 15 એન્ડ્રોઇડ એપ્લિકેશનને પ્રભાવિત કરી રહ્યો છે. ગત વર્ષે જોકર માલવેરે અનેક એપ્સને પ્રભાવિત કરી હતી.

ગત વર્ષે યૂઝર્સની સલામતી માટે ગૂગલે કાર્યવાહી કરતા કેટલીક એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે માલવેર ફરીથી ગૂગલ પ્લે સ્ટોર પર જોવા મળી રહ્યો છે. અમુક એપ્સ જોકર માલવેરથી પ્રભાવિત થઇ છે. રેડ લિસ્ટમાં આવી કેટલીક એપ્સના નામ આપવામાં આવ્યા છે.

આ માલવેર એટલો ખતરનાક છે કે યૂઝર્સની જાણ વગર જ પ્રીમિયમ સેવા સબ્સ્ક્રાઇબ કરી દે છે. આ માલવેર ગૂગલ પ્લે સ્ટોરમાં રહેલી એવી એપ્સમાં જાય છે. આ એપ્સને ડાઉનલોડ કરવામાં આવતા તે મોબાઇલમાં પ્રવેશ કરી લે છે. જોકર માલવેર પ્લે સ્ટોરની સુરક્ષામાં પણ સેંધ લગાવી શકે છે. આ માલવેર સરળતાપૂર્વક ડિલિટ થતો નથી.

આ એપ્સ તાત્કાલિક મોબાઇલમાંથી હટાવો

– Easy PDF Scanner
– Now QRCode Scan
– Super-Click VPN
– Volume Booster Louder Sound Equalizer
– Battery Charging Animation Bubble Effects
– Smart TV Remote
– Volume Boosting Hearing Aid
– Flashlight Flash Alert on Call
– Halloween Coloring
– Classic Emoji Keyboard
– Super Hero-Effect
– Dazzling Keyboard
– EmojiOne Keyboard
– Battery Charging Animation Wallpaper
– Blender Photo Editor-Easy Photo Background Editor

આ માલવેર વિશે વર્ષ 2017માં સૌપ્રથમ વખત જાણ થઈ હતી. ગૂગલ વર્ષોથી યૂઝર્સને આ જોકર માલવેરથી બચાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યું છે. આ માલવેર જાતે જ ઑનલાઇન એડ પર ક્લિક કરી લે છે.