Site icon Revoi.in

ફેસબૂકે 3000 એકાઉન્ટ્સ કર્યા ડિલીટ, આ છે તેની પાછળનું કારણ

Social Share

નવી દિલ્હી: ફેસબૂકે કોરોના વેક્સિનને લઇને ભ્રામક કે પાયાવિહોળી માહિલી ફેલાવનારા વિરુદ્વ કડક કાર્યવાહી કરી છે. ફેસબૂકે કોરોના વેક્સિનને લઇને ખોટી માહિતી શેર કરનારા એકાઉન્ટ ડિલીટ કરી દીધા છે. કંપનીએ પોતાના કમ્યુનિટી સ્ટાન્ડર્ડ એન્ફોર્સમેન્ટના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે તેણે કોરોના તેમજ વેક્સિનેશન વિશે વારંવાર ખોટી માહિતી ફેલાવવા બદલ 3000થી વધુ એકાઉન્ટ્સ, પેજ તેમજ ગ્રૂપ્સને હટાવી દીધા છે.

કોવિડ-19થી સંબંધિત ખોટી જાણકારી ફેલાવવા બદલ વૈશ્વિક સ્તર પર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી 20 મિલિયન સામગ્રીને હટાવી દીધી છે.

અત્યારે પણ કોરોના મહામારીનો પડકાર પ્રવર્તી રહ્યો છે. કોરોના સંક્રમણની ગતિ ઘટાડવા માટે વેક્સિનેશન એકમાત્ર હથિયાર છે ત્યારે વેક્સિનને લઇન પણ ખોટી માહિતી ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમોથી શેર થઇ રહી છે. દ્રષ્ટાંત તરીકે કેટલાક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, વેક્સિન લીધા બાદ શરીર ચુંબક બની જાય છે અને વેક્સિન લીધા બાદ નપુંસક બની જવાય છે.

વેક્સિનને લઇને ખોટી માહિતી ફેલાવનારા છે તો બીજી તરફ એવા લાખો લોકો છે જે વેક્સિનના સપોર્ટમાં ફેસબૂક સહિતના સોશિયલ મીડિયા માધ્યમો પર સાચી માહિતી શેર કરી રહ્યા છે. વૈશ્વિક સ્તર પર 18 મિલિયનથી વધુ લોકોએ વેક્સિન સપોર્ટ કરવા વાળા ફેસબૂક પ્રોફાઇલ ફ્રેમનો ઉપયોગ કર્યો છે.

ફેસબૂકે ખોટી સૂચના ઉપરાંતની અભદ્ર ભાષાને પણ પ્લેટફોર્મ પરથી હટાવી છે. એક રિપોર્ટ અનુસાર ફેસબુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી 31.5 મિલિયન અભદ્ર સામગ્રી અને 9.8 મિલિયન ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી છે.

Exit mobile version