Site icon Revoi.in

મહિલાઓની સુરક્ષા માટે ફેસબૂક પર આવ્યું આ ઘાંસુ ફીચર, જાણો તેની ખાસિયત

Social Share

નવી દિલ્હી: વિશ્વભરમાં સૌથી પ્રસિદ્વ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક એટલે કે મેટા પ્લેટફોર્મ મહિલઓની સુરક્ષાને લઇને વધુ કટિબદ્વ છે. હવે ફેસબૂક મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે નવું ફીચર લાવ્યું છે. જેમાં હવે મહિલાની સહમતિ વગર તેની વાંધાજનક તસવીરો વાયરલ નહીં થઇ શકે. આ માટે મેટાએ પોતાને StopNCII.org સાથે જોડ્યું છે. આ સાથે જ મેટાએ વિમેન સેફ્ટી હબ પણ રજૂ કર્યું છે. વિમેન સેફ્ટી હબ 11 ભાષામાં ઉપલબ્ધ બનશે, જેમાં હિંદી ભાષા પણ સામેલ છે. આ વિમેન સેફ્ટી હબમાં મહિલાઓ ફેસબૂક પર સુરક્ષિત રહેવા માટે અલગ અલગ ટિપ્સ અંગે જાણકારી પ્રાપ્ત કરી શકશે.

આ અંગે જાણકારી આપતા મેટા પ્લેટફોર્મના નિર્દેશક કરુણા નૈને કહ્યું કે, મેટાની આ પહેલા સુનિશ્વિત કરશે કે તમામ મહિલાઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે. ભાષા સંબંધિત કોઇપણ પ્રકારની અડચણો ના નડે.

StopNCII.org એક એવું પ્લેટફોર્મ છે જેનો મુખ્ય ઉદેશ્ય પ્લેટફોર્મ પર સહમતિ વગર કોઈની તસવીર શેર થતી અથવા વાયરલ થતી રોકવી. આ પ્લેટફોર્મ પર પીડિતોને અનેક ટૂલ્સ મળે છે, જેના માધ્યમથી તેઓ પોતાની સમસ્યા અંગે ફરિયાદ કરી શકે છે.

જાણો તેની ખાસિયત

અહીંયા પ્લેટફોર્મ પર કોઇ યૂઝર્સ ફરિયાદ કરશે ત્યારે આ પ્લેટફોર્મ એક યૂનિક આઇડીના માધ્યમથી વિવાદિત પોસ્ટ પર એક્શન લેશે. ફેસબુકનું ઓટોમેટિક ટૂલ અપલોડ કરવામાં આવેલા તસવીરોનું સ્કેનિંગ કરે છે. એક વખત ફરિયાદ બાદ એ જ તસવીરને આધારે બેનામ હેશિસ અથવા એક ખાસ ડિજીટલ આઇડેન્ટિફાયર જનરેટ કરે છે. આ ડિજીટલ ડેટાથી ટૂલ પોતાના પાર્ટનર પ્લેટફોર્મને સ્કેન કરે છે. જ્યારે પણ આ ટૂલ તેના જેવી તસવીર જુએ છે ત્યારે તેને હટાવી દે છે.

મહત્વનું છે કે, StopNCII.org તરફથી દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવ્યાના કિસ્સામાં આ ટૂલનો ફોટો હટાવી દેવાનો એટલે કે સફળતાનો દર 90% છે. વર્ષ 2015થી અત્યારસુધી મહિલાઓ સાથે જોડાયેલી 2 લાખથી વધારે તસવીરો હટાવવામાં આવી ચૂકી છે.