Site icon Revoi.in

WhatsAppમાં યૂઝ કરો આ ટ્રિક, કોઇ તમને નકામા ગ્રૂપમાં એડ નહીં કરી શકે

Social Share

નવી દિલ્હી: વોટ્સએપને કારણે હવે મેસેજિંગ વધુ સરળ બન્યું છે. વિશ્વમાં વોટ્સએપ સૌથી વધુ લોકપ્રિય ઇન્સટન્ટ મેસેજિંગ એપ છે. જો કે વોટ્સએપમાં વધુ પડતા ફોરવર્ડ મેસેજીસ લોકો માટે માથાનો દુખાવો પણ બનતા હોય છે. લોકો પોતાની સર્વિસ કે પ્રોડક્ટ વેચવા માટે ગ્રૂપમાં જોડી દે છે. ઘણી વખત આપણી મંજૂરી વગર આવું થાય છે. નકામા ગ્રૂપના કારણે સમય અને બેટરીનો વેડફાટ થાય છે. જેથી ઘણા લોકોને ગ્રૂપમાં રહેવું ગમતું નથી. અહીંયા અમે આપને એવી પદ્વતિ બતાવીશું જેનાથી કોઇ તમને ગ્રૂપમાં એડ નહીં કરી શકે.

નકામા ગ્રૂપથી બચવા માટે વોટ્સએપમાં સેટિંગમાં ઓપ્શન છે. જેના દ્વારા યૂઝર્સ નક્કી કરી શકે છે કોણ તમને ગ્રૂપમાં એડ કરી શકે છે કે કોણ ના કરી શકે. આ સેટિંગ ઑન કર્યા બાદ પણ ગ્રૂપ એડમિન ગ્રુપ જોઇન કરવા તમને પર્સનલ લિંક મોકલી શકે છે. જો તમે આવા નકામા ગ્રૂપમાં એડ થવાથી બચવા માંગતા હોવ તો નીચે આપવામાં આવેલા સ્ટેપ્સ અનુસરો.

– WhatsApp ઓપન કરી જમણી બાજુ પર આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો.

– હવે Settingsમાં જઈ Accountને સિલેક્ટ કરો.

– જ્યાં Privacy પર જઈ Groups પર ક્લિક કરો. અહીં Defaultમાં ‘Everyone’ સેટ હોય છે.

– જ્યાં યૂઝરને ત્રણ વિકલ્પ- ‘Everyone’, ‘My Contacts’, અને ‘My contacts Except’ મળે છે.

– તેમાં ‘Everyone’ વિકલ્પનો અર્થ છે કે જેમની પાસે તમારો ફોન નંબર હોય તેઓ તમને તમારી મંજૂરી વગર પણ ગ્રુપમાં Add કરી શકે છે.

– જ્યારે‘My Contact’નો અર્થ છે કે, જેમનો નંબર તમારા મોબાઈલમાં સેવ હોય તે લોકો જ તમને Add કરી શકે છે.

છેલ્લે ‘My Contacts Except’ વિકલ્પ પર ક્લિક કરવાથી તમે તમારા એવા કોન્ટેક્ટ્સ સિલેક્ટ કરી શકો છો, જે તમને ગ્રુપમાં Add કરી શકશે નહીં