Site icon Revoi.in

Google New Showcase – વધુ ચાર ભારતીય ભાષાઓ ઉમેરાઇ, આ ભાષાઓને મળ્યું સ્થાન

Social Share

નવી દિલ્હી: જો તમે પણ ગૂગલ ન્યૂઝ પર સમાચાર વાંચતા હોય તો તમારા માટે એક ખુશખબર છે. હવે ગૂગલ વધુ ચાર ભારતીય ભાષામાં તેમાં જોડી રહી છે. ગૂગલ સમાચાર શોકેસ પેનલમાં ચાર ભારતીય ભાષાઓ માટે સપોર્ટ જોડી રહી છે. અંગ્રેજી, હિંદી ઉપરાંત કન્નડ, મરાઠી, તામિલ અને તેલુગુ ભાષા સામેલ છે.

ગૂગલે અધિકૃત નિવેદનમાં જણાવ્યું છે કે, મે મહિનામાં ભારતમાં સમાચાર સંગઠનો તેમજ પાઠકોની અનુકૂળતા માટે ગૂગલ સમાચાર શોકેસના વિસ્તારનું એલાન કરાયું હતું. તેની સાથ જ અમે અમારો ઑનલાઇન અનુભવ અને લાઇસન્સિંગ કાર્યક્રમનો વિસ્તાર કરવાની પણ જાહેરાત કરી હતી. અત્યારસુધી આ નવી ભાષાઓ તેમજ નવી ભાગીદારીની સાથે અમે 50થી વધુને ઓનબોર્ડ કર્યા છે.

ગૂગલ યૂઝર્સને પસંદગીના પેવોલ્ડ સ્ટોરીઝને મફતમાં પૂરી પાડવા માટે અનેક ન્યૂઝ શોકેસ ભાગીદારોની સાથે મળી કામ કરી રહી છે. આ સુવિધા યૂઝર્સને તે સામગ્રીને જાણવાની તક ઉપલબ્ધ કરાવે છે જેના સુધી તેમની પહોંચ નહોતી.

ન્યૂઝ પાર્ટનરશિપ અને ગૂગલ ન્યૂઝ શોકેસ માટે આગામી ત્રણ વર્ષમાં એક અબજ ડૉલરનું રોકાણ થવાનું છે. જેનાથી પ્રકાશનોને નવી પદ્વતિઓથી યૂઝર્સને આવશ્યક જાણકારી પૂરી પાડવામાં મદદ મળી રહેશે.
એક સંપન્ન લોકતંત્રના તમામ ઘટકો માટે ભરોસાપાત્ર જાણકારી સુધી પહોંચ હોવી ખૂબ મહત્ત્વપૂર્ણ છે. અમે વર્ષોથી ગુણવત્તાપૂર્ણ પત્રકારત્વ સુધી પાઠકોની નિરંતર પહોંચ બનાવવામાં મદદ કરી છે. અમે સમાચાર સંગઠનોની સ્થિરતામાં યોગદાન આપવાની સાથે જ ઉભરતા સમાચાર વ્યવસાય મોડલનું સમર્થન કરવા માટે સતત પ્રયાસ કર્યા છે.