Site icon Revoi.in

ગૂગલે પિક્સલ ફોલ્ડ બનાવવાની યોજના જ પડતી મૂકી, આ છે કારણ

Social Share

નવી દિલ્હી: સ્માર્ટફોનમાં માર્કેટમાં પણ ટકી રહેવા માટે અનેક સ્માર્ટફોન નિર્માતા અલગ અલગ પ્રકારના ફોન રજૂ કરીને ગ્રાહકોને આકર્ષિત કરવાના પ્રયાસો કરે છે. અનેક કંપનીઓ તો હવે ફોલ્ડેબલ સ્માર્ટફોન પણ માર્કેટમાં લાવી રહી છે. આ વચ્ચે એવી અટકળો હતી કે ગૂગલ પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોન પર કામ કરી રહ્યું છે. જો કે હવે ગૂગલે પોતાની આ યોજના પડતી મૂકી છે. આ પડતી મૂકવા પાછળનું કારણ એ છે કે ગૂગલ માને છે કે તેનો સ્માર્ટફોન બજારમાં હાજર અન્ય ફોલ્ડેબલ સ્માર્ટફોનનો પ્રતિસ્પર્ધી નહીં બની શકે.

ગૂગલ પિક્સલ ફોલ્ડ સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 3ની સાઇઝમાં રજૂ કરવામાં આવશે તેવી અટકળો હતો. જેમાં 120Hz સુધી વેરિએબલ રિફ્રેશ રેટ સાથે LTPO ડિસ્પ્લે હશે તેવી ચર્ચા હતા. એવી જાણકારી પણ સામે આવી હતી કે ગૂગલના ફોલ્ડેબલ ફોનનો કેમેરો સૌથી સારો નહીં હોય પરંતુ તાજેતરમાં રજૂ કરાયેલા પિક્સલ 6 અને પિક્સલ 6 પ્રોથી એક સ્ટેપ નીચે હશે.

એવું કહેવામાં આવતું હતું કે ગૂગલના ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં અંડર ડિસ્પ્લે કેમેરા સેટઅપ હોઈ શકે છે. લીક થયેલી Google Pixel Fold પરથી માલુમ પડે છે કે ડિવાઇસમાં ગૂગલનું ડિવાઇસ સેમસંગ ગેલેસ્કી સિરીઝ જેવું જોવા મળશે.

એવા પણ સમાચાર આવ્યા હતા કે કોરિયન કંપની સેમસંગ ગૂગલના Pixel Fold માટે Ultra-Thin Glass (UTG) સપ્લાઈ કરશે. સેમસંગ અને ગૂગલ પહેલા પણ અનેક પ્રોડક્ટ માટે ભાગીદારી કરી ચૂક્યા છે. જેમં વિયરેબલ ડિવાઇસ માટે Wear OS 3 અને આગામી Pixel 6 Seriesના ફ્લેગશિપ સ્માર્ટફોન્સ માટે હાર્ડવેર કમ્પોનેન્ટ સામેલ છે.

જો કે હવે આ તમામ અટકળોનો અંત આવી ચૂક્યો છે અને ગૂગલે આ સમગ્ર પ્રોજેક્ટ જ રદ કરી દીધો છે.