Site icon Revoi.in

Google For India Event 2021: અનેક ફીચર્સ રજૂ કરાયા, ગૂગલ પેમાં હવે ‘Hinglish’ વિકલ્પ આવશે

Social Share

નવી દિલ્હી: ગૂગલના ગૂગલ ફોર ઇન્ડિયા કાર્યક્રમમાં અનેક ફીચર્સ વિશે ઘોષણા કરવામાં આવી હતી. જેમાં યૂ-ટ્યૂબ શોર્ટ્સ માટે હવે અલગથી એપ લોંચની જાહેરાત કરવામાં આવી છે. હવે અલગ એપ્લિકેશન પર યૂઝર્સ નાનો વીડિયો શૂટ કરીને તેને શેર કરી શકશે. જ્યાં વીડિયોની મહત્તમ મર્યાદા 60 સેકન્ડ છે. આ ઉપરાંત કંપની એવું પણ ફીચર લાવી રહી છે જેમાં તમે સર્ચ થયેલા જાણકારીને મોટા અવાજે સાંભળી શકશો.

ગૂગલ ફોર ઇન્ડિયાની સાતમી આવૃત્તિ ઓનલાઇન યોજાઇ હતી જેમાં અનેક ફીચર્સ વિશે એલાન કરવામાં આવ્યુ હતું. ગૂગલ સર્ચના વાઇસ પ્રેસિડેન્ટ પાંડૂ નાયકે ઇવેન્ટ દરમિયાન ફીચર્સની માહિતી આપી હતી.

યૂઝર્સનો સર્ચ રિઝલ્ટ અનુભવ હવે વધુ યાદગાર બનશે કારણ કે તે પાંચ અલગ અલગ ભાષામાં અવાજ સાંભળી શકશે. ગૂગલના ફીચર એ લોકો માટે છે જેઓ સૂચનાને સાંભળીને તેમને સારી રીતે સમજી શકે છે. આ અંતર્ગત તમે ગૂગલ આસિસ્ટન્ટને સર્ચ રિઝલ્ટ વાંચવાનું પણ કહી શકો છો. આ ફીચર ખાસ કરીને ડ્રાઇવિંગ દરમિયાન લાભદાયી નિવડશે.

આ ઉપરાંત અન્ય કેટલાક ફીચર્સમાં ગૂગલ નાના દુકાનદારો માટે My Shop ફીચર લાવવા પર કામ કરી રહ્યું છે. આ ફીચરથી નાનો દુકાનદાર પોતાના દુકાનની તમામ વસ્તુઓને ગૂગલ પે પર શોકેસ કરી શકશે. Google Pay પર એક સ્પેશિયલ ફીચર મળશે. જેની મદદથી યૂઝરે બેંક એકાઉન્ટ નંબર લખવો નહીં પડે. તમે બોલીને પણ બેંક એકાઉન્ટ નંબર જોડી શકો છો. આ ઉપરાંત ગૂગલ પે પર બહુ ઝડપથી હિંગ્લિશ વિકલ્પ પણ આવશે.