Site icon Revoi.in

આ રીતે તમે તમારા આધાર કાર્ડથી લેવામાં આવેલા સિમ વિશે જાણકારી મેળવી શકો છો, આ ટિપ્સ કરો ફોલો

Social Share

નવી દિલ્હી: ઘણીવાર તમારા આધાર કાર્ડથી પણ કેટલાક લોકોના મોબાઇલ કનેક્શન જોવા મળતા હોય છે. થોડા સમય પહેલા ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશને એક વેબ પોર્ટલ લૉન્ચ કર્યું હતું. આથી યૂઝર્સ ચેક કરી શકે કે તેમના નામથી કેટલા મોબાઇલ કનેક્શન આપવામાં આવ્યા છે. આ માટે TAFCOP પોર્ટલનો ઉપયોગ કરી શકાય છે. આ પોર્ટલથી જોઇ શકાય છે કે એક આધાર કાર્ડ પર કેટલા સિમ લેવામાં આવ્યા છે.

DoT માર્ગદર્શિકા અનુસાર એક આધાર કાર્ડથી 9 મોબાઇલ કનેક્શન લઇ શકાય છે. આ પોર્ટલની મદદથી યૂઝર્સને લાગે છે કે કોઇ ખોટા નંબર તેમના આધાર કાર્ડથી લેવામાં આવ્યા છે, તો તેને બંધ કરવા સુધીની વિનંતી પણ પોર્ટલની મદદથી કરી શકે છે.

આ રીતે કરો ચેક

આ રીતે તમે તમારા આધાર કાર્ડથી કેટલા સિમ લેવાયા છે તે જાણી શકો છો. સૌથી પહેલા તમારે TAFCOPની વેબસાઇટ પર જાવું પડશે. TAFCOPની વેબસાઇટને તમે https://tafcop.dgtelecom.gov.in એક્સેસ કરી શકો છો. વેબસાઇટ ઑપન થયા બાદ અહીંયા તમને મોબાઇલ નંબર આપવો પડશે અને OTP માટે રિક્વેસ્ટ કરવી પડશે.

ત્યારબાદ તમને DoT તરફથી એક OTP મેસેજ પ્રાપ્ત થશે. આનાથી તમે પોતાના સાઇન ઇન વેલિડેટ કરાવી શકો છો. વેલિડેટ થઇ ગયા બાદ આધાર કાર્ડથી લિંક્ડ તમામ મોબાઇલ નંબરની લીસ્ટનું પોર્ટલ તમને દેખાશે. જો નંબર વપરાશમાં ના હોય તો તેને બંધ કરવાની વિનંતી તમે આ પોર્ટલના માધ્યમથી કરી શકો છો. હાલમાં આ સેવા માત્ર તેલંગાણા અને આંધ્રપ્રદેશ માટે જ છે પરંતુ આગામી સમયમાં આ સેવાને બાકીના રાજ્યો માટે પણ જાહેર કરાશે.