Site icon Revoi.in

વોટ્સએપ પર અલગ અંદાજમાં સ્ટિકર્સ સાથે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવો

Social Share

નવી દિલ્હી: નવા વર્ષને આડે હવે માત્ર એક દિવસ રહ્યો છે ત્યારે દરેકના વોટ્સએપ નવા વર્ષની શુભેચ્છાઓના સંદેશથી છલોછલ થવા માંડશે. સ્નેહીજનો, સંબંધીઓ, પાડોશીઓ એમ દરેક એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવા માટે વોટ્સએપનો ઉપયોગ કરશે. જો કે તમે સંદેશને બદલે કંઇક નવીન રીતે અને અલગ અંદાજમાં પણ તમારા મિત્રે કે સ્નેહીજનોને શુભેચ્છાઓ પાઠવી શકો છો.

તમે વોટ્સએપમાં ખાસ શુભેચ્છા સંદેશ માટેના સ્ટિકર્સથી પણ શુભેચ્છાઓ પાઠવી શકો છો. આ માટે અમે આજે આપને સમગ્ર પ્રક્રિયા જણાવીશું.

ગૂગલ પ્લે સ્ટોર પર અત્યારે અનેક પ્રકારના સ્ટીકર પેક્સ ઉપલબ્ધ છે. જેમાંથી કોઇપણ પેકને યૂઝર્સ ઇન્સ્ટોલ કરી શકે છે. આ માટે ફોનમાં તમારે ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે. આ પછી સર્ચ બારમાં ન્યૂ યર સ્ટિકર્સ શોધો.

આ માટે ફોનમાં હાજર ગૂગલ પ્લેસ્ટોર ઓપન કરો. આ પછી સર્ચ બારમાં “New Year stickers” શોધો. તે પછી એક એપ ઇન્સ્ટોલ કરો. અમે તેમાંથી Happy New Year 2022 Stickers ઇન્સ્ટોલ કરીને જોયા છે.

આ પછી એપ ખોલવાની રહેશે અને ત્યારબાદ તમારે ઓન-સ્ક્રીન સૂચનાઓને અનુસરવાની રહેશે. પેકને તમારા વોટ્સએપમાં ઉમેરો. મોટા ભાગની એપ્લિકેશનમાં સ્થિર અને એનિમેશન સ્ટિકરો સહિત વિવિધ પ્રકારના સ્ટીકર હોય છે. આમાંથી કોઇપણ તમારી જરૂરિયાત અનુસાર પસંદ કરી શકાય છે.

આ પછી ફોનમાં હાજર વોટ્સએપને ઓપન કરો. આ પછી ગ્રુપ અને પર્સનલ ચેટ પર જાઓ, જેમાં તમે આ સ્ટિકર્સ મોકલવા માંગો છો. ઇમોજી બટન પર જાઓ અને સ્ટિકર્સ ટેબ પર ક્લિક કરો. આ પછી, તાજેતરમાં ઇન્સ્ટોલ કરેલું સ્ટીકર પેક દેખાશે.

પછી તમે જે સ્ટીકર પેકને સામેલ કરવા માંગો છો તેના પર ક્લિક કરો, પછી તમે જે સ્ટીકર મોકલવા માંગો છો તેના પર ક્લિક કરો. સ્ટીકરોની મદદથી તમે માત્ર રસપ્રદ સંદેશા જ નહીં મોકલી શકો પરંતુ તમારી શુભેચ્છા પાઠવવાનો અલગ અંદાજ પણ મળશે.