Site icon Revoi.in

ફોન નંબર સેવ કર્યા વગર પણ વોટ્સએપ ચેટ કરી શકો છો, જાણો તે માટેની રીત

Social Share

નવી દિલ્હી: વિશ્વભરના કરોડો યૂઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ એપ્સ મારફતે તમે પેમેન્ટ, ચેટિંગ, વીડિયો અને ઓડિયો કોલિંગ, નોલેજ શેરિંગ સહિત અનેક વસ્તુઓ કરી શકો છો. આજે વોટ્સએપ વગરના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વોટ્સએપ માત્ર એ લોકો સાથે જ ચેટની સુવિધા આપે છે જેના નંબર તમારા મોબાઇલમાં સેવ હોય. તે માટે તમારા ફોનમાં સામેવાળી વ્યક્તિનો ફોન નંબર સેવ હોય તે અનિવાર્ય છે.

પરંતુ ક્યારેક લોકોને એ પણ સવાલ રહેતો હોય છે કે શું ફોનમાં નંબર સેવ ના હોય તો સામેવાળી વ્યક્તિને નંબર સેવ કર્યા વગર મેસેજ સેન્ડ કરી શકાય છે? તો હા, આ પ્રશ્નનો જવાબ હા છે. કોઇ યૂઝર્સ પોતાના ફોનમાં સામેના વ્યક્તિનો નંબર સેવ કર્યા વગર તેને વોટ્સએપ મેસેજ મોકલી શકે છે.

જો કોઇ યૂઝર્સ પોતાના ફોનમાં નંબર સેવ કરવાની ઝંઝટમાંથી મુક્ત થઇને ડાયરેક્ટ મેસેજ મોકલવા માંગે છે તો તેના માટે Wa.me શોર્ટકટ લિંકથી કોઇપણ એક્ટિવ યૂઝર્સને નંબર સેવ કર્યા વગર ચેટિંગ કરી શકે છે.

આ રીતે મોકલો મેસેજ

તમે જે બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય તે ખોલો

અહીંયા એડ્રેસ બારમાં  https://wa.me/phonenumber લખો

અહીંયા જ્યાં ફોન નંબર લખ્યું છે ત્યાં તમે ચેટિંગ કરવા માંગતા હોય તેના નંબર દાખલ કરો

અહીંયા મોબાઇલ નંબર પહેલા ભારતનો કંટ્રી કોડ એટલે કે 91 એડ કરવું પણ આવશ્યક છે

એન્ટર પ્રેસ કરતાની સાથે વોટ્સએપ તમને એક પેજ પર લઈ જશે. જ્યાં એક ગ્રીન બટન આપ્યું હશે. ઉપરની બાજુએ તમે જે નંબર દાખલ કર્યો હશે તે આપવામાં આવ્યો હશે.

ચેટિંગ શરૂ કરવા માટે Continue To Chat બટન પર ક્લિક કરો

જો તમે પીસી કે લેપટોપથી તે યૂઝ કરવા માંગતા હોય તો તેમાં વોટ્સએપ એપ ઇન્સ્ટોલ કરવી અનિવાર્ય છે

વોટ્સએપ વેબનો પણ ઉપયોગ કરી શકાય છે

આ રીતે તમે અહીંયા આપેલી સરળ રીતથી કોઇપણ એક્ટિવ યૂઝર્સનો નંબર સેવ કરવાની ઝંઝટ વગર તેની સાથે વોટ્સએપ ચેટનો આનંદ માણી શકશો.