Site icon Revoi.in

ઇન્ટરનેટ વગર આ રીતે પૈસા ટ્રાન્સફર કરો, ફોલો કરો આ સ્ટેપ્સ

Social Share

નવી દિલ્હી: આજે ટેક્નોલોજીના દોરમાં મોટા ભાગના કામકાજ ઑનલાઇન થઇ રહ્યા છે અને સાથોસાથ દેશમાં પૈસાની ઓનલાઇન લેવડદેવડનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. નાની મોટી ખરીદી કે પૈસાની લેવડદેવડ માટે પણ ક્યુઆર કોડ કે પછી યુપીઆઇનો ઉપયોગ થાય છે. જો કે ક્યારેક અચાનક ઇન્ટરનેટ બંધ થઇ જાય અથવા સ્લો નેટવર્કને કારણે લેવડદેવડ અટકી જાય અથવા પેમેન્ટ સ્ટોપ થઇ જતા યૂઝર્સના પૈસા પણ અટકી જવાની વિટંબણા રહે છે. જો કે તમે ઇન્ટરનેટ વગર પણ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. તે માટે તમારે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા આ માટે *99# સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આ સર્વિસથી તમે સાદા ફીચર ફોનનો ઉપયોગ કરીને પણ UPI ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આ સર્વિસ ઇમરજન્સી સુવિધા તરીકે કામ કરે છે. તેની ખાસિયત એ છે કે ઇન્ટરનેટ કનેક્શન વગર તેનો ઉપયોગ કરી શકાય છે.

તમે નીચેના સ્ટેપ્સ ફોલો કરીને ટ્રાન્ઝેક્શન કરી શકો છો:

સૌ પ્રથમ તો તમારે ભીમ એપ ડાઉનલોડ કરવાની રહેશે

ત્યારબાદ રજિસ્ટર્ડ સિમ કાર્ડ, ફોન નંબર તેમજ બેંક એકાઉન્ટ થકી વન ટાઇમ રજીસ્ટ્રેશન કરો

આ બાદ તમારા ફોનના કિપેડમાં *99# ટાઇપ કરો

તમને 7 વિકલ્પ મળશે

આ મેનુમાં Send Money, Receive Money, Check Balance, My Profile, Pending Requests, Transactions અને UPI PIN જેવા વિકલ્પ હશે

હવે 1 નંબર દબાવીને સેન્ડ મની વિકલ્પ પંસદ કરો

આનાથી ફોન નંબર, યુપીઆઇ આઇડી અથવા એકાઉન્ટ નંબર અને IFSC કોડ એનેબલ થશે

હવે પેમેન્ટ પદ્વતિમાંથી ફોન નંબરનો વિકલ્પ પસંદ કરો

ત્યારબાદ તમારે જેને પૈસા મોકલવાના છે તેનો નંબર નાખો

યુપીઆઇ આઇડી વિકલ્પ પસંદ કર્યા બાદ તમારે જેને પૈસા મોકલવાનો છે, તેનું યુપીઆઇ આઇડી નાખવું પડશે

બેંક એકાઉન્ટ ટ્રાન્સફરમાં પણ આવો વિકલ્પ આવશે

જ્યાં 11 આંકનો IFSC કોડ અને એકાઉન્ટ નંબર નાંખવો પડશે

હવે મોકલવા માટેની રકમ એડ કરવાની રહેશે

યુપીઆઇ પિનનો વિકલ્પ દેખાશે. યુપીઆઇ પિન કરીને સેન્ડ કરો

પૈસા ટ્રાન્સફર બાદ ટ્રાન્ઝેક્શન સ્ટેટ્સ અને રેફરન્સ આઇડી મળશે