Site icon Revoi.in

સપ્ટેમ્બરમાં વોટ્સએપની મોટી કાર્યવાહી, 22 લાખ એકાઉન્ટ બેન કર્યા

Social Share

નવી દિલ્હી: વોટ્સએપે મોટી કાર્યવાહી કરતા સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં 22 લાખથી વધુ એકાઉન્ટ બેન કર્યા છે. સપ્ટેમ્બરમાં મળેલી 560 ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. એપ પર 22,09,000 ભારતીય એકાઉન્ટને બેન કરાયા છે.

આ અંગે વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું હતું કે, એન્ડ ટુ એન્ક્રિપ્શન સાથે મેસેજિંગ સેવામાં કોઇપણ પ્રકારની ગેરરીતિની રોકથામમાં વોટ્સએપ અગ્રણી છે. વોટ્સએપે પોતાના યૂઝર્સની સલામતી અને સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આર્ટ ટેક્નોલોજી, ડેટા સાઇન્ટીસ્ટ્સની મદદ પણ લીધી છે. વોટ્સએપે ચોથા માસિક રિપોર્ટમાં આ જાણકારી આપી છે.

આ યૂઝર સેફ્ટી રિપોર્ટમાં યૂઝર્સની ફરિયાદો, તેની સામે ક્યાં પગલાં લેવાયા એ તેમજ આવી ગેરરીતિ સામે વોટ્સએપે કરેલી કાર્યવાહી અંગેની વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી છે.

95 ટકાથી વધુ ખાતાને અનઓથોરાઇઝ્ડ ઑટોમેટેડ એક્સેસ અને બલ્ક મેસેજિંગના ઉપયોગને કારણે બંધ કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે વૈશ્વિક સ્તરે વોટ્સએપ દ્વારા ગેરરીતિને રોકવા માટે માટે પ્રતિમાસ લગભગ 80 મિલિયન એકાઉન્ટને બેન કરવામાં આવે છે.

સપ્ટેમ્બર મહિનામાં વોટ્સએપને 560 યૂઝર્સ તરફથી 121 એકાઉન્ટ સપોર્ટ, 309 બેન અપીલ અને 49 અન્ય અને પ્રોડક્ટ સપોર્ટ તથા 32 સોફ્ટી માટેના રિપોર્ટ પ્રાપ્ત થયા હતા.

નોંધનીય છે કે અગાઉ ઓગસ્ટમાં પણ 420 જેટલી અલગ અલગ ફરિયાદો પ્રાપ્ત થઇ હતી. જેને ધ્યાનમાં રાખીને 2 મિલિયન જેટલા વોટ્સએપ એકાઉન્ટ પર રોક લગાવવામાં આવી હતી. નવા IT કાયદા અનુસાર 5 મિલિયનથી વધારે યૂઝર ધરાવતા મોટા ડિજીટલ પ્લેટફોર્મે દર મહિનાના અંત સુધીમાં પોતાની કમ્પ્લાયન્સ રિપોર્ટ જાહેર કરવાની હોય છે.