Site icon Revoi.in

યુવાવર્ગ ઇન્સ્ટા પર નહીં જોઇ શકે હાનિકારક કન્ટેન્ટ, ઇન્સ્ટાગ્રામ લેશે આ પગલું

Social Share

નવી દિલ્હી: વોટ્સએપની જેમ જ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પણ યુવાધન માટે લોકપ્રિય એપ છે. જેનો રોજબરોજ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પણ હાનિકારક કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવતું હોય છે ત્યારે હવે ઇન્સ્ટાગ્રામ હાનિકારક કન્ટેન્ટથી બચવા માટે બે નવા ટુલ્સ રોલઆઉટ કરશે.

આ અંગે ફેસબૂકના વૈશ્વિક બાબતોના ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે, ફોટો શેરિંગ પ્લેટફોર્મની ટેક બ્રેક સુવિધા અને નજ કિશોરોને ખરાબ સામગ્રીથી દૂર રાખશે. અમે એવું કંઇક રૉલ આઉટ કરવા જઇ રહ્યા છે જેનાથી મને લાગે છે કે મોટો ફરક પડશે. યુવાવર્ગ એક જ કન્ટેન્ટને વારંવાર જોતા હોય છે. એવી સામગ્રી પણ છે જે યુવાવર્ગ માટે યોગ્ય નથી. અમે અન્ય કન્ટેન્ટ જોવા માટે તે લોકોને પરેશાન કરીશું.

ઇન્સ્ટાગ્રામ હવે ટેક અ બ્રેક નામની સુવિધા રજૂ કરવા માટે પણ પ્લાનિંગ કરી રહ્યું છે. જ્યાં તે યુવાવર્ગને ઇન્સ્ટાગ્રામના ઉપયોગતી થોડો વિરામ લેવા માટે કહી રહ્યા છીએ. જો કે આ ક્યારે રજૂ થશે તે અંગે કોઇ તારીખની જાહેરાત નથી કરાઇ.

નોંધનીય છે કે, ઇન્સ્ટાગ્રામમાં એવું પણ કેટલુક કન્ટેન્ટ પોસ્ટ થાય છે જે યુવાનોને ગેરમાર્ગે દોરે તેવુ હોય છે અથવા તેઓનું ધ્યાન ભટકાવી શકે છે. આ સ્થિતિમાં આ પ્રકારની સામગ્રી પર લગામ લગાવવાનો પ્રયાસ કરવા સાથોસાથ કંપની અનેકવિધ સુવિધાઓ પણ પ્રદાન કરી રહી છે.