Site icon Revoi.in

ફેસબુક યૂઝર્સ માટે લૉંચ થયું નવું લાઇવ ચેટ ફીચર, આ છે તેની ખાસિયત

Social Share

નવી દિલ્હી: જે લોકોના ફેસબૂક એકાઉન્ટ લોક થઇ ગયા છે તેના માટે મેટાએ લાઇવ ચેટ ફીચરની જાહેરાત કરી છે. જો કે, હાલમાં આ ફીચર ટેસ્ટિંગ હેઠળ છે અને તે માત્ર યુએસમાં જ ઉપલબ્ધ છે. આ અપડેટ પ્રથમવાર છે જ્યારે ફેસબુક દ્વારા લોક કરેલા એકાઉન્ટ્સ માટે લાઇવ સપોર્ટ ઑફર કરવામાં આવ્યું છે. પહેલા જો ફેસબુક એકાઉન્ટ લોક થઇ જાય તો યૂઝર્સને સપોર્ટ ટીમનો સંપર્ક કરવાની મંજૂરી ન હતી. જો કે હવે યૂઝર્સને અગવડતા ના પડે તે માટે નવું ફીચર લાઇવ ફેસબૂક સપોર્ટ ચેટબોક્સ ખોલશે. અહીંયા તેઓ ગ્રાહક સેવા અધિકારી સાથે વાત કરી શકશે.

તે ઉપરાંત જેમની પાસે રિલેશનશિપ મેનેજર અથવા કોઇ એજન્ટ નથી. તેમના માટે પણ આ ફીચર ઉપલબ્ધ છે. જે તમને ફેસબુક સાથે સરળતાપૂર્વક કનેક્ટ થવામાં મદદ કરશે. હવે રીલ જેવી નવી સુવિધાઓને લઇને રહેલી મૂંઝવણો દૂર કરવા અથવા પ્રશ્નોના ઉકલ માટે લાઇવ ચેટ એજન્ટ સાથે વાત કરી શકશે.

ફેસબુક એપ પર અમે વિશ્વભરના કેટલાક અંગ્રેજી બોલતા યૂઝર્સ માટે લાઇવ ચેટ સપોર્ટનું ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું છે, જેમાં તેમના એકાઉન્ટને લૉક કરવામાં આવેલા ક્રિએટર્સ પણ સામેલ છે. આ ટેસ્ટિંગ એવા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેઓ અસામાન્ય પ્રવૃત્તિને કારણે તેમના એકાઉન્ટ્સ એક્સેસ કરી શકતા નથી.

આ ટૂલ્સ એડ કરાયા

ફેસબુક લાઈવમાં એક કન્ટેન્ટ મોડરેશન ટૂલ પણ ઉમેરવામાં આવ્યું છે, જે યૂઝર્સને અમુક કીવર્ડ્સ, બેન કંટ્રોલ્સ અને કમેન્ટ ફિલ્ટર વ્યૂને બ્લોક કરવાની મંજૂરી આપશે, જે યૂઝર્સને એવી હિડન કમેન્ટ્સને એક જગ્યાએ વાંચવાની મંજૂરી આપશે.

નોંધનીય છે કે,  કંપનીએ તાજેતરમાં સામાજિક મુદ્દાઓ પર જાહેરાતો માટે નવા નિયમો જાહેર કર્યા છે, જ્યાં તે ચાલતી જાહેરાતોને હવે યોગ્ય ઓથોરાઇઝેશનની જરૂર પડશે.