Site icon Revoi.in

7 જાન્યુઆરી પહેલા આ કામ પતાવી દેજો અન્યથા તમારું સિમકાર્ડ બ્લોક થઇ જશે

Social Share

નવી દિલ્હી: જો તમે પણ એક કરતાં વધુ સિમકાર્ડનો ઉપયોગ કરતા હોય તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. આપને ખબર હશે કે ગત 7 ડિસેમ્બરના રોજ ટેલિકોમ વિભાગે એક આદેશ આપ્યો હતો કે 9 થી વધુ સિમકાર્ડ ધરાવતા યૂઝર્સ માટે સિમ કાર્ડ વેરિફિકેશન કરાવવું ફરજીયાત રહેશે. ટેલિકોમ્યુનિકેશન વિભાગનો આ નવો નિયમ ગત મહિને 7 ડિસેમ્બરના રોજ લાગૂ કરવામાં આવ્યો હતો.

આપને જણાવી દઇએ કે આ નિયમ લાગૂ થવાના 30 દિવસની અંદર વેરિફિકેશન કરાવવાનું રહેશે. જો આમ ના કરવામાં આવે તો સિમકાર્ડ બંધ કરવાનો આદેશ છે.

હવે જો તમારી પાસે પણ 9 કે તેથી વધુ સિમકાર્ડ છે તો પહેલા આ માહિતી વાંચી લેજો.

જો તમારી પાસે 9 કે તેથી વધુ સિમકાર્ડ છે તો તમારે તરત જ સૌથી પહેલું કામ 7 જાન્યુઆરી પહેલા સિમ કાર્ડ વેરિફિકેશન કરાવવું પડશે. જો તમે આમ નહીં કરો, તો તમારા સિમ કાર્ડ પર આઉટગોઇંગ કૉલ્સની સેવા બંધ થઇ જશે. બીજી તરફ 45 દિવસમાં ઇનકમિંગ કોલ બંધ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત સિમ કાર્ડ ઉપયોગ ના કરતા હોય તો તેવા કેસમાં સિમ કાર્ડ સરન્ડર કરવાનો પણ વિકલ્પ છે.

તે ઉપરાંત જો સિમ કાર્ડ વેરિફિકેશન થયું નથી તો આવા સિમ કાર્ડને 60 દિવસની અંદર DoT દ્વારા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક વાત આપને જણાવી દઇએ કે, જો લોકો બીમાર છે, આંતરરાષ્ટ્રીય રોમિંગ પર છે અને અક્ષમ વ્યક્તિને 30 દિવસનો વધારાનો સમય મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જો બેંક, કાયદા અમલીકરણ અથવા કોઈપણ નાણાકીય સંસ્થા દ્વારા મોબાઇલ નંબર વિશે ફરિયાદ આવે છે, તો ગ્રાહકના સિમ કાર્ડ પર આઉટગોઇંગ સેવા 5 દિવસ છે, જ્યારે ઇનકમિંગ સેવા 10 દિવસ અને સિમ કાર્ડ. 15 દિવસની અંદર સંપૂર્ણ બંધ કરવાના ઓર્ડર છે.