Site icon Revoi.in

વોટ્સએપ યૂઝર્સને ટૂંક સમયમાં આપશે આ ધાંસૂ ફીચર

Social Share

નવી દિલ્હી: યૂઝર્સના અનુભવને વધુ બહેતર બનાવવા માટે વોટ્સએપ સમયાંતરે નવા નવા ફીચર્સ લૉન્ચ કરતું રહે છે. અત્યારે અનેક ફીચર્સ પર કામ ચાલી રહ્યું છે. થોડાક દિવસ રહેલા રિપોર્ટ આવ્યા હતા કે, વોટ્સએપ યૂઝર્સ માટે સ્ટેટસ, લાસ્ટ સીન, પ્રોફાઇલ ફોટોને કોન્ટેક્સથી છૂપાવીને રાખવા માટે ટેસ્ટ કરી રહ્યું છે. પહેલા iOS એપ પર આ ફીચરનો ટેસ્ટ થતો જોવામાં આવ્યો હતો, તો હવે જોવામાં આવ્યું છે કે, કંપની આ ફીચરનું ટેસ્ટિંગ એન્ડ્રોઇડ વર્ઝન પર પણ કરી રહી છે.

વોટ્સએપ હવે પસંદગીના કોન્ટેક્સથી લાસ્ટ સીન, સ્ટેટ્સ, પ્રોફાઇલ પિક્ચર અને ઘણું બધું છૂપાવવા માટે ફીચર રજૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યં છે. એક રિપોર્ટ અનુસાર લાસ્ટ સીન, પ્રોફાઇલ પિક્ચર, અબાઉટ માટે એક નવું માય કોન્ટેક્ટ આઇકન એડ કરવામાં આવી શકે છે. જેનાથી યૂઝર્સ એ બાબતની પસંદગી કરી શકશે કે તે કોને પોતાનો ડેટા બતાવવા ઇચ્છે છે અને કોને નહીં.

વોટ્સએપ ફીચર ટ્રેકરે એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. તેમાં એ દર્શાવાયું છે કે, ફીચર રોલઆઉટ થયા પછી કેવું દેખાશે. સ્ક્રીનશોટમાં એવરીવન, માય કોન્ટેક્ટ, માય કોન્ટેક્ટ્સ એક્સેપ્ટ, નોબડી જેવા ફીચર્સ અપાયા છે.

એવામાં જો તમારો કોઈ એવો મિત્ર કે સહકર્મી છે, જે બીજાના કામમાં ખૂંચ કરતો રહે છે તો તમે તેને માય કોન્ટેક્ટ એક્સેપ્ટ વિકલ્પ અંતર્ગત રાખી શકો છો. તમારે તમારા બધા કોન્ટેક્ટ્સથી લાસ્ટ સીન, પ્રોફાઈલ પિક્ચર અને બાકી બધું છૂપાવવાનો વિકલ્પ પણ મળશે.

જ્યારે તમે કોઈ કોન્ટેક્ટને બહાર કરો છો, તો એ જરૂરી નથી કે એ વ્યક્તિ પાસે અપડેટેડ વર્ઝન હોય. એવું એટલા માટે કે આ કામ સર્વર પોતાની રીતે જ કરી લે છે. એટલે, જ્યારે આ સુવિધા બીટા ટેસ્ટર્સ માટે ઈનેબલ થઈ જશે, તો તમે તરત જ કોન્ટેક્ટસને માય કોન્ટેક્ટ એક્સેપ્ટ વિકલ્પમાં મૂકવાનું શરૂ કરી શકશો.

જોકે, એ યાદ રાખવું મહત્વનું છે કે, જો તમે કોઈને તમારા લાસ્ટ સીન જોવાથી હટાવો છો તો તમે પણ તેનું લાસ્ટ સીન નહીં જોઈ શકો. તમે તેની વ્હોટ્સએપ સ્ટોરી કે સ્ટેટસને પણ નહીં જોઈ શકો, જો તમે તેને તમારું સ્ટેટસ જોવાથી રોકો છો તો.

વોટ્સએપ આ નવું ફીચર હાલ આઈઓએસ અને એન્ડ્રોઈડ એપ પર ટેસ્ટ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, કંપની તરફથી આ ફીચરને લઈને કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ.

Exit mobile version