Site icon Revoi.in

હવે એપ રાખવાની ઝઝંટમાંથી મુક્તિ, Gmailથી પણ કૉલિંગ અને ચેટિંગ થઇ શકશે

Social Share

નવી દિલ્હી: ગૂગલમાં અપડેટ આવ્યું છે. જેમાં Gmail ઉપયોગ કરવાની રીતમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. જીમેલ દ્વારા હવે કમ્યુનિકેશન્સ એટલું શાનદાર થવાનું છે કે જેથી તમને કોઇ એપની જરૂર પડશે નહીં. હકીકતમાં, ખુશીના સમાચાર એ છે કે હવે જીમેલથી પણ કૉલ કરવા ઉપરાંત ચેટિગ, ગ્રૂપ ડિસ્કશન સહિતના અન્ય ફીચર્સ જોડાવાના છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, જીમેલનું નવું અપડેટ આવ્યા બાદ તમારે લગભગ કૉલિંગ કે મેસેજિંગ માટે અન્ય કોઇ એપની જરૂર નહીં પડે. હકીકતમાં Workspace માટે ગૂગલ અપડેટ જીમેલ ઇનબોક્સમાં ગૂગલ ચેટ, ગૂગલ મીટ તેમજ સ્પેસ માટે એક નવું ટેબ લઇને આવી રહ્યું છે.

આ નવા જીમેલ અપડેટથી સીધો પોતાના ઇનબોક્સથી કૉલ કરવાનો. ફોન નંબર પોતાના કોન્ટેક્ટ લિસ્ટમાં શોધવા કે કૉલિંગ એપને ખોલવાની જગ્યાએ, તમે સીધો ગૂગલ યૂઝરના ઇમેલ એડ્રેસ દ્વારા કૉલ કરી શકશો. તે માટે તમારે જીમેબ સાઇટ કે મોબાઇલ એપથી સ્વિચ કરવાની જરૂર પડશે નહીં. આ ઉપરાંત કોઇપણ ઇમેલ મોકલવાની જગ્યાએ તમને જીમેલ પર આપવામાં આવેલા ચેટ ટેબ દ્વારા મેસેજ મોકલી શકો છો.

જ્યાં વોટ્સએપ જેવી પોપ્યુલર સર્વિસ હાલ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ લાવવામાં લાગેલી છે, તેવામાં ગૂગલનું નવુ અપડેટ જીમેલ યૂઝર્સને ન માત્ર તમારા ફોન, પરંતુ કમ્પ્યૂટર પર પણ કોલ્સ રિસીવ કરી શકશો. જીમેલના સીનિયર ડાયરેક્ટર ઓફ પ્રોડક્ટ મેનેજમેન્ટ સનાજ અહારી જણાવે છે, જલદી તમે જીમેલ પર ટીમ મેમ્બર્સને કોલ કરી શકશો. જીમેલ મોબાઇલ એપ ચલાવનાર ડિવાઇસ પર રિંગ જશે અને તેના લેપટોપ પર પણ એક નોટિફિકેશન મોકલવામાં આવશે.