Site icon Revoi.in

ભારતમાં ઇન્ટરનેટનો ફૂલ્યોફાલ્યો ટ્રેન્ડ, 82 કરોડ એક્ટિવ યૂઝર્સ

Social Share

નવી દિલ્હી: ભારતમાં સ્માર્ટફોનનો જેમ જેમ ઉપયોગ વધી રહ્યો છે તેની સાથોસાથ ઇન્ટરનેટનો ઉપયોગ પણ સતત વધી રહ્યો છે. હાલમાં ભારતમાં 82 કરોડ સક્રિય ઇન્ટરનેટ યૂઝર્સ છે.

રાજ્યસભામાં TMCના સાંસદ ડેરેક ઓ બ્રાયને આ જાણકારી માંગી હતી જેના જવાબમાં કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના આઇટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, દેશમાં 1.57 લાખ ગ્રામ પંચાયતોને હાઇ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા પ્રદાન કરાઇ છે.

ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સ અંગે જાણકારી આપતા તેઓએ જણાવ્યું હતું કે, ભારતમાં 31 માર્ચ, 2021 સુધીમાં 82 કરોડ ઇન્ટરનેટ યૂઝર્સ નોંધાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 30 કરોડ કરતા વધારે છે જ્યારે શહેરી વિસ્તારોમાં આ સંખ્યા 50 કરોડથી વધુ છે.

ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાનો વ્યાપ વધારવા માટે તમામ ગ્રામ પંચાયતોમાં ભારત નેટ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. કુલ મળીને 1.57 લાખ ગ્રામ પંચાયતોને હાઇ સ્પીડ ઇન્ટરનેટ સાથે જોડવામાં આવી છે. દેશમાં 5.25 લાખ કિલોમીટર લંબાઇના ઓપ્ટિક ફાઇબર બીછાવવામાં આવ્યા છે.

દરમિયાન એક અંદાજ એવો છે કે, 2025 સુધીમાં ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 90 કરોડ થઈ જશે.ગયા વર્ષે આ આંકડો 62 કરોડ હશે.