Site icon Revoi.in

તમારું વોટ્સએપ ડીપી કોણ ચોરીછૂપેથી જોઇ રહ્યું છે, આ ટ્રિક્સથી કરો ચેક

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સૌથી લોકપ્રિય એપ હોય તો તે છે વોટ્સએપ. આજે વોટ્સએપ લોકોના જીવનનું અનિવાર્ય પાસુ બની ગયું છે. વોટ્સએપમાં ખાસ કરીને ડિસપ્લે પિક્ચર એટલે કે, ડીપી હરહંમેશ ચર્ચામાં રહેતું હોય છે. લોકો છૂપેથી પણ એકબીજાના ડીપી જોતા હોય છે. આવા સમયે કોણ તમારું ડીપી જોઇ રહ્યું છે તે જાણવું જરૂરી બન્યું છે. તમે આ રીતે વોટ્સએપ ડીપી કોણે ચેક કર્યું તે ચેક કરી શકો છો.

આજે અમે આપને એવી એક ટ્રિક વિશે માહિતગાર કરીશું જેનાથી તમે કોણ તમારું ડીપી જોઇ રહ્યું છે તે ચેક કરી શકશો. આ ટ્રિકની મદદથી તમે જાણી શકશો કે કોણ તમારું ડીપી છૂપાઇ છૂપાઇને જોઇ રહ્યું છે. આવો જાણીએ તેના વિશે કે કોણ તમારા ડીપી પર નજર રાખી રહ્યું છે.

સૌ પ્રથમ તમારે તેના માટે પ્લે સ્ટોરમાંથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.

સૌ પ્રથમ તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી પોતાના સ્માર્ટફોનમાં Whatsapp-Who Viewed Me અથવા Whats Tracker નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સાથોસાથ તમારે 1 Mobile Market એપને પણ ડાઉનલોડ કરવાની રહેશે. જો કે આ એપ્લિકેશન ઑટોમેટિક ડાઉનલોડ થઇ જશે.

તમારા મોબાઈલમાં જ્યારે WhatsApp-Who Viewed Me એપ ઈન્સ્ટોલ થઈ જશે જેથી તમે એ લોકોને જોઈ શકશો જેને તમારા વોટ્સએપ પ્રોફાઈલ ફોટોને જોઈ હશે. 24 કલાકની અંદર જેને ફોટો હોય તેની જાણકારી મળશે. આ એપ્લિકેશનની લિસ્ટમાં એવા નામો વિશે ખબર હશે જેણે છેલ્લા 24 કલાકની અંદર તમારો DP જોયો હશે. એપ્લિકેશન તમારી સામે CONTACT કેટેગરી રાખશે જેથી કોણ તમારો Whatsapp DP ચોરી-છૂપીથી જુએ છે તે જોઈ શકશે.