Site icon Revoi.in

ફેસબૂક અને વોટ્સએપ બાદ હવે ટ્વીટર અને જીમેલ પણ થયા ડાઉન

Social Share

નવી દિલ્હી: થોડાક દિવસ પહેલા સમગ્ર વિશ્વમાં વોટ્સએપ સેવા ઠપ્પ થઇ જતા યૂઝર્સે હોબાળો મચાવ્યો હતો. વોટ્સએપ, ફેસબૂક અને ગૂગલ બાદ હવે આજે ભારતમાં ટ્વિટરની સર્વિસ પણ ડાઉન થઇ હતી. દેશમાં કેટલાક યૂઝર્સ ટ્વિટરનો ઉપયોગ કરવા માટે અસમર્થ રહ્યા હતા. યૂઝર્સને લોગઇન અને ફીડ એક્સેસ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બુધવારે સવારે ટ્વિટર ડાઉન થયું હતું. હવે કોઇ ફરિયાદ આવી રહી નથી એટલે આ સર્વિસ હાલ ઠીક થઇ ગઇ છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, બુધવારે સવારે 5 વાગ્યે ટ્વીટર સેવામાં વિક્ષેપ આવી રહ્યો હતો. આના થોડા સમય બાદ ઘણા લોકોને મુશ્કેલી આવી રહી હતી. લગભગ 459 લોકોએ ટ્વીટર પર આઉટેજને સવારે 8 વાગે રિપોર્ટ કર્યો હતો.

ગત સપ્તાહ કરતા આ આઉટેજ ઓછુ હતું. ગત સપ્તાહે થયેલા આઉટેજના કારણે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ કેટલાક કલાક સુધી બંધ રહ્યું હતું. યૂઝર્સ આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવામાં અસમર્થ રહ્યા હતા.

કાલે ભારતમાં કેટલાક યુઝર્સ માટે Gmail કામ કરી રહ્યુ નહોતુ. ગૂગલની આ ફ્રીમ ઈમેલ સર્વિસ દેશના કેટલાક ભાગોમાં કામ કરી રહી નહોતી. યુઝર્સ મેલ ના તો સેન્ડ કરી રહ્યા હતા ના જ રિસીવ.