- UIDAIએ mAadhaar Appનું નવું વર્ઝન કર્યું લૉન્ચ
- આ એપથી તમે 35 જેટલી સુવિધાઓનો લાભ ઉઠાવી શકશો
- આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને માટે ઉપલબ્ધ છે
નવી દિલ્હી: સાંપ્રત સમયમાં લગભગ તમામ સરકારી કામકાજો માટે આધાર કાર્ડ ખૂબ જ અનિવાર્ય ડોક્યુમેન્ટ બન્યું છે. હવે ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને યૂનિક આઇડેંટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ એમ આધાર એપ (mAadhaar App)નું નવું વર્ઝન લૉન્ચ કર્યું છે. UIDAIએ ટ્વિટ મારફતે આ જાણકારી આપી છે. સ્માર્ટફોનમાં આ એપને ડાઉનલોડ કરીને તેના માધ્યમથી 35 જેટલી સર્વિસનો યૂઝર્સ લાભ ઉઠાવી શકશે.
UIDAIએ આ અંગે કરેલી ટ્વીટમાં જાણકારી આપી છે કે, નવી અને અપડેટ કરવામાં આવેલી સુવિધાઓ લાભ લેવા માટે mAadhaar Appના નવા વર્ઝનને ડાઉનલોડ કરો. બીજી તરફ UIDAI અનુસાર તમે પહેલાથી ઇન્સ્ટોલ કરેલા કોઇપણ વર્ઝનને અનઇન્સ્ટોલ કરો. નવા વર્ઝન પર આધાર કાર્ડધારક 35થી વધુ સેવાઓનો લાભ ઉઠાવી શકે છે.
To experience the new and updated features and services in the #mAadhaar app, uninstall any previously installed versions. Download the latest version from: https://t.co/62MEOeR7Ff (Android) https://t.co/GkwPFzuxPQ (iOS) pic.twitter.com/U3vOVovDUR
— Aadhaar (@UIDAI) June 8, 2021
આ સર્વિસનો લાભ લઇ શકશો
આ અપડેટ વર્ઝન એપમાં ઇ-કેવાયસી ડાઉનલોડ, ક્યૂઆર કોડ દર્શાવવો કે સ્કેન કરવો, રિ-પ્રિન્ટ માટે ઓર્ડર કરવો, આધારનું વેરિફિકેશન, મેઇલ અને ઇમેઇલનું વેરિફિકેશન, યૂઆઇડી કે ઇઆઇડી પ્રાપ્ત કરવું, આધારને ડાઉનલોડ કરવું જેવી સર્વિસ સામેલ છે.
તમારે સૌપ્રથમ મોબાઇલમાં mAadhaar Appને ડાઉનલોક કરવાની રહેશે. ત્યારબાદ આપ દરેક સર્વિસનો લાભ ઉઠાવી શકશો. iOS માં પણ આ એપ ડાઉનલોડ કરી શકાશે.