Site icon Revoi.in

સ્ક્રિનશોટ ડિટેક્શન માટે વોટ્સએપ લાવી રહ્યું છે ત્રીજું બ્લૂ ટીક ફીચર? જાણો આ ન્યૂઝ સાચા છે કે ફેક?

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં લોકપ્રિય એવી વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સ માટે ફીચર્સ રજૂ કરતુ રહે છે, પરંતુ ક્યારેક બજારમાં કેટલાક એવા ફીચર્સ વિશેના ન્યૂઝ વાયરલ થતા હોય છે જેના પર લોકો વિશ્વાસ કરી બેસે છે. તાજેતરમાં વોટ્સએપ સ્ક્રીનશોટ શોધવા માટે ત્રીજું બ્લૂ ટીકનું ફીચર લાવી રહી છે તેવી અટકળો વહેતી થઇ છે. તો તમારે આ ન્યૂઝને તદ્દન અવગણવા જોઇએ. કારણ કે વોટ્સએપ આવું કોઇપણ ફીચર રજૂ કરવાનું નથી. કંપની સ્ક્રિનશોટ ડિટેક્ટશન માટે કોઇ ફીચરની તૈયારી કરી રહી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમચાર સંપૂર્ણપણે ખોટા છે.

વોટ્સએપના નવા નવા ફીચર્સ વિશે વોટ્સએપ ફીચર ટ્રેકર Wabetainfo લોકોને માહિતી આપેછે. તેણે ત્રીજા ટીકના આ સમાચારને સ્પષ્ટેપણે નકાર્યા છે. Wabetainfo અનુસાર, વોટ્સએપ સ્ક્રીનશોટ ડિટેક્ટ કરવા માટે ત્રીજા બ્લૂ ટીકની તૈયારી કરી રહ્યું નથી. આ પાયાવિહોણા સમાચાર છે.

થોડાક સમય પહેલા એવી અટકળો વહેતી થઇ હતી કે ટૂંક સમયમાં વોટ્સએપ યૂઝર્સ માટે તેમના મેસેજનો સ્ક્રીનશોટ લેવા પર નોટિફિકેશન ન આપવા માટે ત્રીજું ટીક લોંચ કરશે. પરંતુ આ સમાચારમાં કોઇ તથ્ય નથી. જો કે, કેટલાક યૂઝર્સ આ દાવાને સાચો માની બેઠા છે.

તેથી હંમેશા, સોશિયલ મીડિયા પર તમે જે વાંચો છો તેના પર વિશ્વાસ કરતા પહેલા તમારે ટ્વિટર પર અધિકૃત વોટ્સએપ હેન્ડલ પર ક્રોસચેક કરવું અનિવાર્ય છે. વોટ્સએપ પોતાના ટ્વિટર હેન્ડલ પર સમયાંતરે નવા ફીચર્સ વિશે યૂઝર્સને માહિતગાર કરતું રહે છે.

અત્રે જણાવવાનું કે, અત્યારે વોટ્સએપમાં બે ટીક્સની સુવિધા છે. જે યૂઝર્સને મેસેજ ડિલિવર થયાની અને રીડ થયાની જાણ કરે ચે.