Site icon Revoi.in

હવે વોટ્સએપમાં પણ ઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવશે, યૂઝર્સનો અનુભવ બનશે યાદગાર

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ યૂઝર્સ માટે ખુશખબર છે. વોટ્સએપ ટૂંક સમયમાં તેના યૂઝર્સને નવું ફીચર આપવા જઇ રહી છે. જેમાં તમારા મેસેજ પર જો કોઇ રિએક્ટ કરશે તો તમને નોટિફિકેશન પ્રાપ્ત થશે.

વોટ્સએપ નવા મેસેજ રિએક્શન ફીચર પર કામ કરી રહ્યું છે. જેમાં વોટ્સએપ રિએક્શન પર તમને નોટિફિકેશન પ્રાપ્ત કરી શકાશે અને તેને ડિસેબલ પણ કરી શકાશે.

સૌથી પહેલા આ અપડેટ એન્ડ્રોઇડ બીટા V2.21.24.8માં જોવા મળશે. જેને વોટ્સએપના એક નવા ફીચર પર નજર રાખવા વાળી સાઇ WABetaInfo દ્વારા સ્પોટ કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર આ ફીચર પહેલા IOS બીટા પર મૂકવામાં આવશે. જેને લઇને સ્ક્રીનશોટ્સ પણ શેર કરવામાં આવ્યા છે.

રિએક્શન નોટિફિકેશનને યૂઝર્સ દ્વારા મેનેજ કરી શકાશે. એટલે કે રિએક્શન નોટિફિકેશન યૂઝર્સને જોઇએ છે કે નથી જોઇતા તેને લઇને નોટિફિકેશન એલર્ટ તેમને મળી શકશે. નવા રિએક્શન ફીચર પર યૂઝર્સ કોઇ હાર્ટ કે પછી થંબની ઇમોજીથી રિએક્ટ કરી શકશે. જો કે આ ફીચર પહેલાથી ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પર હાજર છે.

રિએક્શન નોટિફિકેશનને મેનેજ કરવાનો ઓપ્શન મેન સેટિંગમાં મળી શકશે. જો કે યૂઝર્સને આ ઓપ્શન કોઇ ઇન્ડિવિજ્યુઅલ ચેટ કે ગ્રુપ માટે મળશે કે નહીં તે મામલે હજુ જાણકારી મળી નથી.

મેસેજમાં ઘણી વખત રિએક્ટ આપણે કરીએ છે. જેના માટે કોઈ લિમિટ નથી જો 999 કરતા વધારે મેસેજ પર આપણે રિએક્ટ કરીએ તો 999+ દેખાડે છે. એક રિપોર્ટ પ્રમાણે રિએકશન સેટ કરવું પણ એંડ-ટૂં-એંડ એન્ક્રિપ્ટેડ હોય છે.