Site icon Revoi.in

વોટ્સએપ ચેટ હવે નહીં લાગે બોરિંગ, આવ્યું આ ઘાંસુ ફીચર

Social Share

નવી દિલ્હી: વોટ્સએપનો ઉપયોગ હવે માત્ર વ્યક્તિગત નથી રહ્યો પરંતુ અનેક પ્રોફેશનલ કામકાજ માટે પણ તેનો ઉપયોગ થઇ રહ્યો છે. વોટ્સએપ દિવસે દિવસે તેના યૂઝર્સને વધુને વધુ ફીચર પ્રદાન કરી રહ્યું છે અને વિશ્વ સ્તરે પોતાની નામના વધારી રહ્યું છે.

હવે યૂઝર્સના એક્સપીરિયન્સને વધુ બહેતર બનાવવા માટે WhatsApp Web દ્વારા એક સારું ફીચર Sticker Maker રજૂ કર્યું છે. જેની મદદથી યૂઝર્સ Whatsapp Web પર પણ પોતાના ફોટોનું સ્ટિકર બનાવી સેન્ડ કરી શકે છે.

Whatsapp Web દ્વારા રજૂ કરવામાં આવેલા Sticker Makerની મદદથી યુઝર્સ પર્સનાલાઈઝ્ડ સ્ટિકર ક્રિએટ કરી શકે છે. મહત્વનું છે કે, અત્યાર સુધી સ્ટિકરની સુવિધા ફક્ત એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ માટે પૂરી પાડવામાં આવતી હતી. પરંતુ હવે કંપનીએ તેને Whatsapp Web દ્વારા પણ ઉપલબ્ધ કરાવી દીધી છે. હવે તમે Whatsapp Web દ્વારા પણ પોતાના કોઈ ફોટોને સ્ટિકરમાં કન્વર્ટ કરી શકો છો અને તેના માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર પણ પડશે નહીં.

હવે તમે કોઇ થર્ડ પાર્ટી એપની મદદ વગર જ પોતાના ફોટાને સ્ટિકરમાં કન્વર્ટ કરી શકો છો. આ સાથે સ્ટિકરને સેન્ડ તેમજ ડાઉનલોડ પણ કરી શકાય છે. જેના માટે તમારે આ સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે

સૌ પ્રથમ તો તમારે વોટ્સએપ વેબનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવાનું રહેશે

તમારા કમ્પ્યુટરમાં ઇમેજ સેવ હોય તે આવશ્યક છે

વોટ્સએપ વેબ અપડેટ કર્યા બાદ તેને ઓપન કરો

હવે ત્યાં કોઇ ચેટ વિન્ડો પર જાઓ

અહીં તમારે એટેચમેન્ટમાં જઇને સ્ટિકર ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે

હવે ફાઇલ એક્સપ્લોરર ઓપન થઇ જશે

જ્યાં તમારે કન્વર્ટ કરવો હોય તે ફોટો સિલેક્ટ કરવાનો રહેશે

ત્યારબાદ તમે કોર્નરને એડજસ્ટ કરી શકો છો

આ પ્રક્રિયાને પૂર્ણ કરતા જ તમે એરો પર ટેપ કરીને તેને સેન્ડ કરી શકો છો