Site icon Revoi.in

બિઝનેસ યૂઝર્સ માટે કમાલનું છે વોટ્સએપનું Quick Reply ફીચર, જાણો તેની ખાસિયત

Social Share

નવી દિલ્હી: વિશ્વમાં વોટ્સએપ સૌથી વધુ લોકપ્રિય અને પ્રચલિત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે અને વોટ્સએપ આજના આધુનિક યુગમાં દરેકના જીવનનો એક અગત્યનો ભાગ બની ચૂક્યું છે. મોટા ભાગના કામકાજ માટે જેમ કે ચેટિંગ, શેરિંગ, કે પેમેન્ટ માટે પણ વોટ્સએપનો ઉપયોગ થાય છે. જો તમને પણ વોટ્સએપમાં બહુ બધા મેસેજ આવતા હોય તો તમારે માટે હવે વોટ્સએપ ક્વિર રિપ્લાય કરીને ફીચર લઇને આવ્યું છે. જો કે હાલમાં આ ફીચર બિઝનેસ વોટ્સએપ માટે જ ઉપલબ્ધ છે. બિઝનેસ યૂઝર્સ માટે ખાસ આ ફીચર છે જેમાં તે મેસેજનો ત્વરિત રિપ્લાય આપી શકે છે.

ક્વિક રિપ્લાય એક એવું ફીચર છે જે દરેક બિઝનેસ યૂઝર્સને કોઇપણ મેસેજનો ત્વરિત જવાબ આપવાની સવલત પૂરી પાડે છે. આ ફીચરનો ઉપયોગ કરીને તમે વારંવાર મોકલવામાં આવતા મેસેજનો જવાબ કિ-બોર્ડ શોર્ટકટનો ઉપયોગ કરીને સેકન્ડમાં જ આપી શકો છો. આ ફીચર અંતર્ગત તમે જ મેસેજ તૈયાર કરી શકો છો અને કિબોર્ડ શોર્ટકટનો પણ બનાવી જ શકો છો. દ્રષ્ટાંત તરીકે જો તમે કોઇને ઓકે લખીને મોકલવા માંગતા હોવ તો તમે OK માટે શોર્ટકટ નક્કી કરી શકો છો. તે ઉપરાંત વોટ્સએપ પર ગયા વગર જ રિપ્લાય કરી શકો છો.

વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટનું એલ્ગોરિધમ એ રીતે છે કે જે તમારી બિઝનેસને લગતી જાણકારીના આધાર પર ક્વિક રિપ્લાય મેસેજ તૈયાર કરી લેશે. જેમાં યૂઝર્સ પોતાનું નામ, સરનામું અને પ્રોડક્ટ વગેરેની જાણકારી સામેલ કરી શકે છે. જે બાદમાં તમે જ્યારે પણ કોઇને પ્રત્યુત્તર આપવા માટે ચેટ ઓપન કરશો તો ક્વિક રિપ્લયાનો ફાયદો ઉઠાવવા માટે અચેટ ઓપ્શન પર ક્લિક કરવું પડશે. જે બાદમાં ક્વિર રિપ્લાય એનેબલ થશે.

આ રીતે ક્વિક રિપ્લાય ફીચર કરો એનેબેલ

સૌ પ્રથમ વોટ્સએપ ઓપન કરો

હવે વોટ્સએપ બિઝનેસ એપના More ઓપ્શન પર જાઓ

જે બાદમાં Business tools પર ટેપ કરો

જે બાદમાં તમારે Add પર ક્લિક કરવાનુ રહેશે

એડમાં તમારે ક્વિક રિપ્લાય માટે જવાબ આપવા માટે મેસેજ તૈયાર કરવાનો રહેશે

ત્યારબાદ Save પર ક્લિક કરવાનું રહેશે અને તમે ક્વિક રિપ્લાય ફીચર ઉપયોગ કરી શકશો