Site icon Revoi.in

વોટ્સએપ સ્ટેટસ માટે આવ્યું આ દમદાર ફીચર, ટૂંક સમયમાં એન્ડ્રોઇડ માટે થશે લોંચ

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે તેના યૂઝર્સના એક્સપીરિયન્સને વધુ ફ્રેન્ડલી અને બહેતર બનાવવા માટે નવા નવા ફીચર્સ એડ કરતુ રહે છે. વોટ્સએપ હવે સ્ટેટસ અનડૂ કરવાની શક્યતા પણ ટેસ્ટ કરી રહ્યું છે. આ ફીચર હાલ બીટા યૂઝર્સ માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરમાં જ્યારે પણ યૂઝર્સ દ્વારા વોટ્સએપ પર સ્ટેટસ અપડેટ કરવામાં આવશે તો તેને અનડૂનું ઓપ્શન જોવા મળશે.

હાલમાં વોટ્સએપે બીટા યૂઝર્સ માટે સ્ટેટસ અનડૂ કરવાનું ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચર દ્વારા તમે જો ભૂલથી પણ કોઇ સ્ટેટસ અપડેટ કર્યું હોય તો તેને ફટાફટ અનડૂ કરી કર વરશકશો. અત્યારે જો તમારાથી ભૂલમાં પણ કોઇ સ્ટેટસ પોસ્ટ થઇ જાય તો તમારે તેને કાઢવા માટે ત્રણ ડોટ પર ટેપ કરી ડિલીટ ઓપ્શન સિલેક્ટ કરી તેને ડિલીટ કરવું પડે છે. જો કે હવે બીટા વર્ઝન માટે સ્ટેટસ અનડૂના ઓપ્શનથી તેને ફટાફટ ડિલીટ કરી શકાશે.

આપને જણાવી દઇએ કે વોટ્સએપ સ્ટેટસ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝની જેમ જ કામ કરે છે. જે પોસ્ટ કર્યા બાદ 24 કલાક સુધી અન્ય યૂઝર્સ માટે વિઝીબલ રહે છે. આ સ્ટેટસ તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ લોકો જોઇ શકે છે. જો કે જે લોકો તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ નથી તે લોકો આ સ્ટેટસ જોઇ શકતા નથી.

સ્ટેટસ અનડૂ કરવાના ઓપ્શન સાથે વોટ્સએપે નવા સ્ટેટસ અપડેટ કરવાના બગને પણ ફિક્સ કર્યો છે. હાલ આ ફીચર iOS બીટા યૂઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું છે, તેથી હાલ માત્ર iOS યૂઝર્સ આ ફીચરનો લાભ લઇ શકશે.

રિપોર્ટ અનુસાર અનડૂનું ઓપ્શન રોલઆઉટ કર્યા પછી જ્યારે તમે સ્ટેટસ અપડેટ કરશો તો તરત જ તમને અનડૂનું ઓપ્શન જોવા મળશે, જો તમે ઓપ્શન પર ટેપ કરશો તો સ્ટેટસ તરત જ રિમૂવ થઈ જશે. હાલમાં તો માત્ર ગણતરીના iOS બીટા યૂઝર્સ તેનો લાભ લઈ રહ્યા છે. જો તમારા વોય્સએપમાં હાલ આ ફીચર જોવા મળતું નથી, તો તેનો અર્થ છે કે આ ફીચર હજી રોલઆઉટ કરવામાં આવ્યું નથી. આગામી બીટા અપડેટમાં તમે આ ફીચર ઉપયોગ કરી શકશો.