Site icon Revoi.in

ભારતમાં કેમ માત્ર 10 ડિજીટનો જ મોબાઇલ નંબર હોય છે? જાણો તેનું ગણિત

Social Share

નવી દિલ્હી: આજના ભાગદોડભર્યા જીવનમાં મોબાઇલ ફોન જીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે અને આજે તેના વગર જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. આજે જીવનમાં મોબાઇલનું મહત્વ વધ્યું છે.

દરેકનો પોતાનો મોબાઇલ નંબર હોય છે, પરંતુ શું તમે ક્યારેય એ બાબત પર મંથન કર્યું છે કે મોબાઇલ નંબર 10 ડિજીટનો જ કેમ હોય છે? આ નંબર, 8, 9, 11 એવા ડિજીટના કેમ હોતા નથી?

સરકારના National Numbering Planને કારણોસર ભારતમાં 10 ડિજીટના મોબાઇલ નંબર હોય છે. ભારતમાં 139 કરોડની વસ્તીને તેમજ અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને સરકારે આ યોજનાનું અમલીકરણ કર્યું છે. જેનાથી દેશના દરેક યૂઝર્સને એક યુનિક મોબાઇલ નંબર મળી શકે.

જો દેશમાં એક જ ડિજીટનો નંબર રાખવામાં આવે તો ફક્ત 10 લોકોને જ નંબર મળી શકે. 2 ડિજીટના નંબર રાખવા પર 100 લોકો અને 3 ડિજીટના નંબર રાખવા પર 1 હજાર લોકોને જ યુનિક મોબાઇલ નંબર મળી શકે. 4 ડિજીટ રાખવા પર 10 હજાર, 5 ડિજીટ રાખવા પર 1 લાખ લોકોને નંબર મળી શકે છે. તેથી સરકારે દેશની વધુ વસ્તીને ધ્યાનમાં રાખતા 9 ડિજીટની નંબર સીરિઝ રાખવાનો નિર્ણય કર્યો છે.

આપને જણાવી દઇએ કે દેશમાં 9 ડિજિટની નંબર સીરીઝ ઘણા વર્ષો સુધી ચાલતી રહી. ત્યાર બાદ દેશમાં લોકોના નંબર 9 ડિજિટના થતા હતા. બાદમાં સરકારે વસ્તીમાં વધારો જોતા તેના બદલામાં નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ તે નંબરોને 10 ડિજિટ વાળા કરી દેવામાં આવ્યા. આમ કરવાથી દેશમાં 1 હજાર કરોડ ફોન નંબર તૈયાર થઈ શકે છે.

આગામી સમયમાં વધતી વસ્તીને ધ્યાનમાં રાખતા સરકાર હાલના ડિજીટમાં ફેરફાર કરીને 11 ડિજીટ ધરાવતા મોબાઇલ નંબર પણ લાવી શકે છે. જો કે હાલમાં TRAIએ તેને લઇને કોઇ સત્તાવાર નિવેદન કે માહિતી આપવાનો ઇનકાર કર્યો છે.