Site icon Revoi.in

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ હાઇક થઇ રહી છે બંધ, યૂઝર્સ આ રીતે સેવ કરી શકે છે પોતાનો ડેટા

Social Share

નવી દિલ્હી: ભારતમાં ચેટ એપ હાઇકના લાખો યૂઝર્સ માટે ખરાબ સમાચાર છે. ભારતમાં આ એપના 1 કરોડ કરતાં વધારે યૂઝર્સ છે અને યૂઝર દરરોજ અડધા કલાક કરતા વધુ સમય આ ચેટ એપ પર પસાર કરે છે. પણ હાઇકના સ્થાપક તેમજ સીઇઓ કેવિન ભારતી મિત્તલે જાણકારી આપી છે કે 14 જાન્યુઆરીએ હાઇક ચેટ એપને ભારતમાં બંધ કરવામાં આવશે અને યૂઝર સરળતાપૂર્વક પોતાનો ડેટા અને ચેટ બેકઅપ મેઇલ અથવા અન્ય જગ્યાએ સેવ કરી શકે છે. જો કે હાઇકની બે એપ વાઇબ તેમજ રશ તો કાર્યરત જ રહેશે.

આપને જણાવી દઇએ કે Hike Sticker Appને વર્ષ 2012માં ભારતમાં શરૂ કરાઇ હતી અને છેલ્લા 8 વર્ષમાં તે ભારતમાં ખૂબ લોકપ્રિય થઇ હતી. આ ભારતની એકમાત્ર પોપ્યુલર ચેટ એપ છે અને તે બંધ થવા જઇ હી છે. જો કે આ એપ વોટ્સએપ અને અન્ય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ જેવી લોકપ્રિયતાને આંબી ના શકી એટલે કદાચ કંપની તેને બંધ કરી રહી છે.

એપના સીઇઓ કેવિન મિત્તલે જણાવ્યું હતું કે, Hike Sticker Chat Appને 14 જાન્યુઆરીએ રાત્રે 11:59 વાગ્યે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. હવે કંપનીએ પોતાના યૂઝર્સને પોતાનો ડેટા એક્સપોર્ટ કરવા માટેનું નોટિફિકેશન મોકલ્યું છે, તેવામાં તમારે પણ હાઇકનો ડેટા સેવ કરી લેવો જોઇએ. આજકાલ વોટ્સએપની પ્રાઇવસી પોલિસીથી નારાજ યૂઝર્સ Telegram અને Signal જેવી એપ પર શિફ્ટ થઇ રહ્યા છે.

તમે પણ જો તેના યૂઝર છો તો પોતાનો હાઈક ચેટ ડેટા અને અન્ય ડેટાને ઈમેઈલ પર સેવ કરી લો. આ માટે યૂઝર્સને Export Chats ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ એક નાનકડી પ્રક્રિયા પૂરી કરીને યૂઝર્સ હાઈકનો બધો ડેટા પોતાના ઈમેઈલ પર સેવ કરી શકે છે.

(સંકેત)