Site icon Revoi.in

ચીનની કંપની અલીબાબા પર ભારતીય યૂઝર્સનો ડેટા ચોરવાનો આરોપ, જલ્દી જ થશે તપાસ

Social Share

ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ બાદ ભારતે ચીન પર ડિજીટલ સ્ટ્રાઇક કરીને ચીનની 200થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ચીનની એપ્સથી ભારતીયોના ડેટા ચોરી થતો હોવાનો પણ આક્ષેપ હતો. ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવાનું એક કારણ આ પણ હતું. હવે એક એવી ખબર આવી રહી છે કે ચીની કંપની અલીબાબા પર ભારતીય યૂઝર્સનો ડેટા ચોરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે હવે જલ્દી તપાસ શરૂ કરવામાં આવશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઓછામાં ઓછા 72 સર્વર્સથી ભારતીય યૂઝર્સનો ડેટા ચીનને મોકલવામાં આવ્યો છે. આ તમામ સર્વર્સનું મુખ્ય કેન્દ્ર અલીબાબાના ક્લાઉડ ડેટા સર્વર છે. અધિકારીઓ અનુસાર ક્લાઉડ ડેટા સર્વર્સ ખૂબજ પ્રખ્યાત છે કારણ કે તે યુરોપિયન સર્વસની સામે ખૂબ જ સસ્તા દરે સર્વિસ આપે છે.

સૂત્રોનુસાર અલીબાબા દ્વારા ભારતમાં ઓપરેટ થતા 72 સર્વર્સને ચિન્હિત કરવામાં આવ્યા છે જે ડેટા ચીનમાં મોકલવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે પ્રશાસન દ્વારા યોજનાબદ્વ રીતે આ કામ કરવામાં આવી રહ્યું છે. વ્યાવસાયિકોને ઠગવા માટે આ સર્વર્સમાં અનેક સુવિધાઓ ખૂબ જ ઓછા ભાવે આપવામાં આવે છે. એક વખત તેમની પાસે કંપની અને તેના યૂઝર્સના ડેટા આવી જા તો તેને ચીન મોકલવામાં આવે છે.

નોંધનીય છે કે, સરકારનો દાવો છે કે આ તમામ એપ્સ કોઇને કોઇ રીતની ગતિવિધિઓમાં સામેલ છે. જેના કારણે દેશની સંપ્રભુતા અને અખંડતા, દેશની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થાને ખતરો ઊભો થઇ શકે છે.

(સંકેત)