Site icon Revoi.in

કોરોના શબ્દનો ઇન્ટરનેટ પર ટ્રેન્ડ! ગુજરાતમાં કોરોના શબ્દ 70 કરોડ અને સુરતમાં 9.50 કરોડ વખત સર્ચ થયો

Social Share

અમદાવાદ: સમગ્ર ભારતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાનો વિસ્ફોટ જોવા મળ્યો છે ત્યારે અત્યારે સૌથી વધુ કોરોના વાયરસ જ ટોક ઑફ ધ ટાઉન સાબિત થઇ રહ્યો છે. કોરોના અંગેની માહિતી પ્રાપ્ત કરવા માટે લોકો ઇન્ટરનેટનો સહારો લેતા હોય છે. એક અહેવાલ અનુસાર, 70.15 કરોડથી વધુ વખત લોકોએ ઇન્ટરનેટ પર કોરોના વિશે માહિતી મેળવવા માટે સર્ચ કર્યું હોવાનું સામે આવ્યું છે. જે પૈકી 9.50 કરોડ વખત કોરોના વિશે માહિતી સુરતમાંથી સર્ચ કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં કોરોનાના વિસ્ફોટક સંક્રમણથી તે સર્ચ ટ્રેન્ડમાં રહ્યું.

દેશમાં માર્ચ મહિનાના અંતથી કોરોનાની બીજી લહેરની શરૂઆત થઇ. એપ્રિલની શરૂઆતથી કોરોના ભયાવહ સ્થિતિમાં આવી ગયો હતો. રોજ હજારોની સંખ્યામાં કેસ અને મોતના આંકડા હૃદયદ્રાવક હતા. તેના કારણે કોરોના થવાનું કારણ, થયા પછીની સ્થિતિ, તેની સારવાર, કઇ દવાનો ઉપયોગ થાય છે તે ઉપરાંત ગુજરાતમાં કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા માટે ઇન્ટરનેટના માધ્યમનો સૌથી વધુ ઉપયોગ થયો છે.

એપ્રિલ મહિનામાં કોરોના ઇન્ટરનેટ પર ટ્રેન્ડમાં રહ્યું છે. સાયબર એક્સપર્ટ અનુસાર, કોરોનાની વિકટ સ્થિતિના કારણે લોકો કોરોના અંગે ઇન્ટરનેટ પર માહિતી પ્રાપ્ત કરે છે. સૌથી વધુ કોરોના વાઇરસ કી-વર્ડ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો છે. કોરોના વાઇરસ શબ્દ જ ગુજરાતમાં 18.78 કરોડ વખત મહિનામાં સર્ચ થયો છે.

IPL પણ રહ્યું ટ્રેન્ડમાં

31 માર્ચથી 30 એપ્રિલ સુધી કોરોના વાયરસની માહિતી 3.20 કરોડ વખત સર્ચ કરવામાં આવી છે. ત્યારબાદ IPL ટૂર્નામેન્ટ તેમજ બંગાળ વિધાનસભા ચૂંટણી પણ ટ્રેન્ડમાં રહ્યું છે.

(સંકેત)