Site icon Revoi.in

ગૂગલ 5મેથી કરશે અનેક ફેરફાર, આ એપ્સને કરશે બ્લોક

Social Share

નવી દિલ્હી: ટેક દિગ્ગજ ગૂગલ યૂઝર્સ માટે અનેક નવી જાહેરાત કરવાની તૈયારીમાં છે. કંપની પોતાના પ્લે સ્ટોરમાં 5 મેથી અનેક નવા ફેરફારો કરી શકે છે. કંપનીએ જ આ વાતની ઘોષણા કરી છે. કંપનીના એક નવા અપડેટ અનુસાર, જે પણ એપ ડેવલપર્સ કંપનીથી જોડાયેલા છે તેઓએ 5મેથી એક તર્કપૂર્ણ જાણકારી કંપનીને ઉપલબ્ધ કરાવવી પડશે. તેઓએ કહેવું પડશે કે શા માટે યૂઝર્સના ફોનમાં ઇન્સ્ટોલ્ડ એક એપને બીજી એપના ડેટા એક્સેસ કરવા માટે અનુમતિ આપવામાં આવે.

એક રિપોર્ટ અનુસાર, ગૂગલે પોતાની ડેવલપર્સ પ્રોગ્રામ પોલિસીને અપડેટ કરી છે. આ અપડેટ અનુસાર યૂઝર્સના ફોનમાં ઉપલબ્ધ એક એપને અન્ય એપ એક્સેસ કરવાની પરવાનગી નહીં આપવામાં આવે. આ અપડેટ અનુસાર એન્ડ્રોઇડ 11માં ફોનમાં ઉપલબ્ધ દરેક એપ્સની દરેક પ્રકારની પરવાનગી માંગવામાં આવે છે. જો કે કંપનીએ હવે ઓ પોલિસી બદલવી પડી છે.

શા માટે ગૂગલે આ પોલિસીમાં કર્યો ફેરફાર

ગૂગલ પ્લે સ્ટોર પર કેટલીક એવી એપ્સ ઉપલબ્ધ છે જે યૂઝર દ્વારા ઇન્સ્ટોલ કરાય તો તે ફોનમાં ઉપલબ્ધ અન્ય એપ્સને એક્સેસ કરવાની પરવાનગી માંગતી હતી. આ જ કારણોસર યૂઝર્સની ગોપનીય માહિતી લીક થવાની સંભાવના રહેતી હતી. તેમાં બેન્કિંગ, રાજનીતિક જોડાણ તેમજ પાસવર્ડ મેનેજમેન્ટ જેવી સંવેદનશીલ જાણકારી સામેલ હતી.

ત્યારે હવે, કંપની એપ ડેવલપર્સ પાસેથી એપ લોન્ચ કરવાનો ઉદ્દેશ, સર્ચ અને ઇંટરઓપરેટથી સંલગ્ન દરેક જાણકારી લેશે. જો કે સિક્યોરિટીના કારણોસર કોઇપણ યૂઝર્સની બેન્કિંગ એપની જાણકારી લેવામાં નહીં આવે. આ માટે કંપની કેટલીક એપ્સ પણ બંધ કરી દેશે.

5 મે, 2021થી એ દરેક એપ્સને બંધ કરી દેવામાં આવશે જે યૂઝર્સની જાસૂસી કરે છે. ગૂગલ પ્લે સ્ટોર પર એવી ઘણી એપ્સ છે જે આ પ્રકારની જાસૂસી કરે છે અને ગૂગલ દ્વારા આ પ્રકારની એપ્સ પર સખત કાર્યવાહી કરવાની ચેતવણી પણ અપાઇ છે.

(સંકેત)