- ગૂગલ હવે નવું હેલ્થ ટૂલ લઇને આવ્યું છે
- આ હેલ્થ ટૂલ આપને ત્વચા સંબંધિત બીમારીને લઇને આપશે જાણકારી
- તેના નિદાનને લઇને પણ તમને કરશે સૂચન
નવી દિલ્હી: ગૂગલ સમયાંતરે તેના યૂઝર્સને વધુ સવલતો પ્રદાન કરવા હેતુસર નવી નવી સર્વિસ અને ટૂલ લોન્ચ કરતું રહે છે. ગૂગલે તેની વાર્ષિક ઇવેન્ટ આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સ-2021માં એન્ડ્રોઇડ 12 સહિત અનેક પ્રોડક્ટ્સને લોન્ચ કરી છે. આ વખતે ગૂગલ નવું હેલ્થ ટૂલ લઇને આવ્યું છે.
આ હેલ્થ ટૂલ મારફતે તમે તમારો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને તમારી ત્વચાની કંડિશન વિશે જાણી શકો છો. ગૂગલ સર્ચ હાલમાં આ ફીચર પર કામ કરી રહ્યું છે. જેનાથી ત્વચા સંબંધિત બિમારી વિશે સરળતાપૂર્વક માહિતી મળી શકશે. તે ઉપરાંત ત્વચાને લગતી બીમારી વિશે પણ ઘરે જ જાણી શકશો.
આ ટૂલ ઘરે જ ત્વચાની બીમારીની ઓળખ ઉપરાંત આપને એના ઉપચાર વિશે પણ જણાવશે. આ ટૂલ તમારા પ્રત્યેક સવાલના જવાબ આપશે. આ માટે તમારે તમારા સ્માર્ટફોનથી શરીરમાં પર જે જગ્યાએ રોગ થયો છે તેના પર ફોકસ કરીને ફોટો પાડવાનો રહેશે.
ફોટો લીધા બાદ હેલ્થ ટૂલ તમને આ સમસ્યા ક્યારથી થઇ, શું-શું થાય છે જેવા સવાલો પૂછશે. તમારા સવાલ બાદ તે તમને જવાબ આપશે.
ગુગલ આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે આઈએ હેલ્થ ટૂલની તપાસ કરશે. જેમાં 288 પ્રકારના ત્વચાના રોગના વિશ્લેષણની ક્ષમતા છે. તમે ફોટો દ્વારા જે જાણકારી આપશે તેના આધાર પર તમને જણાવશે કે તમારામાં ક્યાં ત્વચા રોગની આશંકા છે.
ગૂગલે આ હેલ્થ ટૂલને લઇને નિવેદન આપ્યું હતું કે, આ ટૂલનો હેતુ નિદાન કરવાનો નથી પરંતુ ઇલાજ અંગે સલાહ આપવાનો છે. ઘણી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લેવી વધુ સારી રહેશે. અમે આશા રાખીએ છીએ કે, તમને આ ટૂલ દરેક જરૂરિયાતની જાણકારી આપશે અને તમે સમયસર ઇલાજ કરાવી શકશો.
કીનોટ કંપનીએ હેલ્થ ટૂલને લોન્ચ કરવા અંગે જણાવ્યું હતું કે, આ વર્ષના અંતે આ ટૂલને લોન્ચ કરી શકે છે.
કેવી રીતે કામ કરે છે આ આ ટૂલ
ગૂગલે આ માટે આ ટૂલને કરોડો ફોટા સાથે આ ટૂલને ટ્રેનિંગ આપી છે. જ્યાં ત્વચાની સમસ્યા બતાવવામાં આવી છે. જેમાં હજારો તંદુરસ્ત ત્વચા સામેલ છે અને 65 હજાર ક્લિનિકલ સેટિંગ્સમાંથી છે. ત્વચાને જોયા પછી અને તમારા દ્વારા આપવામાં આવેલા લક્ષણોનો જવાબ આપ્યા પછી આ ટૂલ નક્કી કરે છે કે ત્વચામાં કઈ સમસ્યા છે.