Site icon Revoi.in

ગૂગલ ટૂંક સમયમાં તેની આ સર્વિસ કરશે બંધ, બેક અપ લઇ લેજો નહીંતર નહીં મળે ડેટા પરત

Social Share

કેલિફોર્નિયા: ગૂગલ ટૂંક સમયમાં તેની એક સર્વિસ બંધ કરવા જઇ રહી છે અને અહીંયા મહત્વની વાત એ છે કે ગૂગલ આ સર્વિસનો બધો ડેટા ડિલીટ કરાવી દેશે.

એક રિપોર્ટ અનુસાર ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ગૂગલે પોતાની પ્લે મ્યુઝિક સર્વિસને બંધ કરી દીધી હતી. કંપનીએ યૂઝર્સને જાણકારી આપી હતી કે હવેથી આ સર્વિસ ઉપલબ્ધ નહીં રહે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગૂગલે હાલમાં જ જાણકારી આપી છે કે આ સર્વિસને સર્વરમાંથી ડિલીટ કરી દેવામાં આવશે. દરેક યૂઝર્સને સૂચના આપવામાં આવી છે કે 24 ફેબ્રુઆરી 2021 પહેલા બધો ડેટા લઇ લેવામાં આવે નહીંતર ગૂગલ બધી જ માહિતી સર્વર પરથી ડિલીટ કરી દેશે. એટલે કે યૂઝર્સ ભવિષ્યમાં ક્યારેય પોતાનો ડેટા પાછો મેળવી નહીં શકે.

ક્યા ડેટાનું થઇ શકે છે નુકસાન
કોઇ યુઝરે પોતાની મ્યૂઝિક લાઇબ્રેરી બનાવી હોય, લેવડ દેવડ અને મ્યુઝિક ફાઇલ્સને પ્લે મ્યુઝિકમાં અપલોડ કરવામાં આવ્યું હતું. કંપનીનું કહેવુ છે કે 24 ફેબ્રુઆરી બાદ તમે આ સર્વિસમાં રહેલો કોઇ પણ ડેટા નહી મેળવી શકો.

યુટ્યુબ મ્યુઝિક છે રિપ્લેસમેન્ટ
મળતી માહીતી અનુસાર ગુગલે પ્લે મ્યુઝીકને યુટ્યુબ મ્યુઝિક સાથે રિપ્લેસ કરી દીધુ છે. તમામ પ્લે મ્યુઝિક અને તેમના ડેટાને યુટ્યુબ મ્યુઝીકમાં માઇગ્રેટ કરી દેવામાં આવશે.

પ્લે મ્યૂઝિકનું બેક અપ લેવા માટે તમારે યુટ્યુબ મ્યુઝિકની મદદ લેવી પડશે. તમે પ્લે સ્ટોરથી યુટ્યુબ મ્યુઝિક ડાઉનલોડ કરીને પોતાની મ્યુઝિક એપનો સંપૂર્ણ ડેટા ટ્રાન્સફર કરી શકો છો.

(સંકેત)

Exit mobile version