Site icon Revoi.in

હવે વીડિયો કોલ તેમજ મીટિંગ એપ્સના ઉપયોગ પર લાગી શકે છે ISD ચાર્જ

Social Share

જે લોકો ખાસ કરીને વીડિયો કોલથી પોતાના મિત્રો કે સંબંધીઓને ફોન કરતા હોય તે લોકો માટે આ મહત્વના સમાચાર છે. ટેલીકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે વીડિયો કોલિંગ દરમિયાન ગ્રાહકોને ISD ચાર્જના હિસાબથી ચાર્જ ચૂકવવો પડી શકે છે. ગ્રાહકોને વીડિયો કોલિંગમાં તકેદારી રાખવાની આવશ્યકતા છે. ટેલીકોમ કંપનીઓએ કહ્યું કે જો ગ્રાહક ઝૂમ અને માઇક્રોસોફ્ટ ટીમ્સ, બ્લૂ જીન્સ, જીયો મીટ જેવી ઓનલાઇન વીડિયો કોલ કે મીટિંગ એપ માટે ટોલ-ફ્રી નંબરનો ઉપયોગ નથી કરતા તો તેમનું બિલ આંતરરાષ્ટ્રીય કોલિંગ દરના હિસાબથી આવી શકે છે.

ટેલીકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને જણાવી રહી છે કે આ એપ્સમાં ડાયલ ઇન ફીચરનો ઉપયોગ કરતાં ઇન્ટરનેશનલ નંબરો પર વીડિયો કોલ દરમિયાન ISD ચાર્જ લાગશે. ટ્રાઇના આદેશ બાદ ગ્રાહકોને એસએમએસ એલર્ટ મોકલવામાં આવ્યા હતા. ટ્રાઇ અને ટેલીકો કંપનીઓ ગત થોડા દિવસથી વધુ બિલની ફરિયાદ કરી રહી છે. આઇએસડી ચાર્જ એ હોય છે કે જે આંતરરાષ્ટ્રીય કોલ કરતા લાગે છે.

જો કોઇ ગ્રાહક પોતાના લેપટોપ કે ડેસ્કટોપથી લોગ ઇન કરે છે અને બિલ્ડ ઇન ઓડિયોનો ઉપયોગ કરે છે તો તે ઠીક છે પરંતુ જો મોબાઇલથી ફોન કરે છે તો તેનો ચાર્જ લાગી શકે છે. વીડિયો કોલમાં આઇએસડી ચાર્જથી બચવા માટે લેપટોપ અથવા ડેસ્કટોપ કોમ્પ્યૂટરનો ઉપયોગ કરવો આવશ્યક છે અને સાથોસાથ બિલ્ટ ઇન વીડિયોનો વિકલ્પ પણ પસંદ કરવો પડશે.

નોંધનીય છે કે, જો કોલ સ્માર્ટફોનથી કરવામાં આવે છે અને એક આંતરરાષ્ટ્રીય નંબર કે પ્રીમિયમ નંબર ડાયલ કરવામાં આવે છે, જ્યારે સ્માર્ટફોન એક સેલ્યૂલર નેટવર્ક સાથે જોડાયેલો હોય છે તો ISD ચાર્જ જ લાગશે.

(સંકેત)