Site icon Revoi.in

Microsoft ટૂંક સમયમાં Windowsનું નવું વર્ઝન કરશે લૉન્ચ, હશે અનેક નવા ફીચર્સ

Social Share

નવી દિલ્હી: હાલમાં આપણે લોકો લેપટોપ અને કમ્પ્યુટરમાં વિન્ડોઝના 10માં વર્ઝન સાથે કામ કરીએ છીએ અને હવે ટૂંક સમયમાં Microsoft તેની Windows ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન લોન્ચ કરી શકે છે. બિલ્ડ ડેવલપર કોન્ફન્સ 2021ના પ્રથમ દિવસે જ માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ આ જાણકારી આપી હતી. આ નવા વર્ઝનમાં કેટલાક ખાસ અપડેટ્સ પણ જોવા મળશે.

કોન્ફરન્સ દરમિયાન નડેલાએ સંબોધન કર્યું હતું કે, અમે અમારી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે કેટલાક મોટા અપડેટ કરવા જઇ રહ્યા છે. છેલ્લા દાયકા પછીથી આ સૌથી મહત્વપૂર્ણ ફેરફારો થશે અને અમે ટૂંક સમયમાં તેને તમારી સાથે શેર કરીશું.

હું વિન્ડોઝની આ આગામી નેકસ્ટ જનરેશન વર્ઝન વિશે ખૂબ જ ઉત્સાહિત છું.

તે ઉપરાંત તેમણે વચન આપ્યું હતું કે, અમે Windowsના તમામ ડેવલપરોને વધુ તકો પ્રદાન કરવાનો પ્રયાસ કરીશું. આ ઉપરાંત નવીનતાઓ પર કામ કરતા સર્જકોને તેમાં નવી એપ્લિકેશનો બનાવવા અને પ્રોત્સાહન આપવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.

નોંધનીય છે કે માઇક્રોસોફ્ટ છેલ્લા કેટલાક સમયથી તેના નવા Windows એપ સ્ટોર પર કામ કરી રહ્યું છે. આની સાથે ઑપરેટિંગ સિસ્ટમના યૂઝર ઇન્ટરફેસમાં કેટલાક મહત્વના ફેરફાર પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. ડેવલપરો પણ આ એપ સ્ટોરમાં તેમની પોતાની એપ્લિકેશનો બનાવવા માટે સમર્થ હશે.