Site icon Revoi.in

કાર્યવાહી: ત્વરિત લોન આપતી 9 ભારતીય એપને પ્લે સ્ટોર પરથી હટાવાઇ

Social Share

મુંબઇ: ત્વરિત લોન આપતી એપ્સના મસમોટા સ્કેમ બાદ હવે ગૂગલ આ પ્રકારની એપ્સ પર સખત કાર્યવાહી કરી રહી છે. ગૂગલે ત્વરિત લોન આપતી નવ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. ગૂગલે જણાવ્યું હતું કે આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોરના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. આમ પણ ભારતની સર્વોચ્ચ બેંકે થોડાક સમય પહેલા જ આ પ્રકારની ઓનલાઇન ત્વરિત લોન આપતી એપ્સથી સાવધ રહેવા યૂઝર્સને જણાવ્યું હતું. તુરંત લોન આપતી એપ બાદમાં ઊંચુ વ્યાજ વસૂલતી હોય છે.

કેટલીક એપ્સ તો લોન આપી દીધા પછી લોન લેનારને ધાક-ધમકી પણ આપતી હોવાની ફરિયાદો નોંધાઇ છે. ગૂગલના કહેવા અનુસાર કેટલીક લોન આપનારી એપ 10 હજારથી ઓછી રકમની લોન માટે 2 હજાર જેવી ઊંચી પ્રોસેસિંગ ફી વસૂલતી હતી. પ્લે સ્ટોરના યૂઝર્સ આ પ્રકારના વિષચક્રમાં ના ફસાય એટલે પ્લે સ્ટોરની માલિક કંપની ગૂગલે આ નિર્ણય લીધો હતો.

દૂર કરાયેલી એપ્સ

– 10MinuteLoan

– Ex-Money

– Extra Mudra

– CashBean

– Moneed

– iCredit

– CashKey

– RupeeFly

– RupeePlus

ત્વરિત લોન આપતી કેટલીક એપ્સ તો સપ્તાહે 60 ટકા જેટલો આસમાની વ્યાજ દર યૂઝર્સ પાસેથી વસૂલતી હતી. જો લોન લેનાર તે રકમની ભરપાઇ ના કરે તો તેની સાથે ગેરવર્તન કરવામાં આવતું હતું અને કેટલાક કિસ્સામાં તો એટલી હદે હેરાનગતિ કરવામાં આવી છે કે યૂઝર્સે આપઘાત કરવાની પણ નોબત આવી હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

(સંકેત)