Site icon Revoi.in

ફેસબૂક પોસ્ટ અને નોટ્સને હવે આ રીતે ગૂગલ ડોક્યુમેન્ટ્સમાં કરો ટ્રાન્સફર

Social Share

નવી દિલ્હી: ફેસબૂકએ પોતાનું નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યૂઝર્સપોતાની પોસ્ટ અને નોટ્સને ગૂગલ ડોક્યુમેન્ટ્સ, બ્લોગર અને વર્ડપ્રેસ ડોટ કોમમાં ટ્રાન્સફર કરી શકશે. વર્ષ 2020માં ફેસબૂકએ લોકો માટે પોતાના ફોટો અને વીડિયોને ટ્રાન્સફર કરવા માટે ફીચર ઇનેબલ કર્યું હતું. તેના માધ્યમથી લકો પોતાના વીડિયો, ફોટોને બેકબ્લેઝ, ડ્રોપબોક્સ, ગૂગલ ફોટોઝમાં ટ્રાન્સફર કરવા સમર્થ હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ફેસબૂકના પ્રાઇવસી અને પબ્લિક પોલિસીના ડાયરેક્ટર સ્ટીવ સેટરફિલ્ડે જણાવ્યું હતું કે, લોકોની સુવિધાઓ માટે હવે અમે ટૂલનું નામ બદલ્યું છે. હવે આ ટૂલનું નામ ટ્રાન્સફર યોર ઇન્ફર્મેશન રહેશે. અમે આ ટૂલને લોકોની પ્રાઇવસી, સિક્યોરિટી તેમજ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. તેમાં તમારે ટ્રાન્સફર શરૂ કરતાં પહેલાં પાસવર્ડ ફરીવાર નાંખવો પડશે. તેનાથી તમે સુરક્ષિત રીતે ડેટા ટ્રાન્સફર કરી શકશો.

કઇ રીતે ટૂલ એક્સેસ કરશો

આ ટૂલને એક્સેસ કરવા માટે યૂઝર્સે ફેસબૂકના સેટિંગમાં યોર ફેસબૂક ઇન્ફર્મેશનમાં જવું પડશે. ત્યાં જઇને ટ્રાન્સફર યોર ઇન્ફર્મેશન પર જઇને ક્લિક કરવાનું રહેશે. તેના પછી તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે કે તે ક્યાં એક્સપોર્ટ કરવા માગો છો. ત્યારબાદ તમે એને ગૂગલ ડોક્સ, પ્રેસ અને બ્લોગર પર ટ્રાન્સફર કરી શકશો.

(સંકેત)