Site icon Revoi.in

બાય યુ કોઇન થયું હેક, 3.25 લાખ યૂઝર્સના સંવેદનશીલ ડેટા લીક

Social Share

નવી દિલ્હી: આજે જ્યારે સમગ્ર વિશ્વ ઑનલાઇન જોડાયેલું છે ત્યારે મોટા ભાગની પ્રવૃત્તિઓ ઓનલાઇન થઇ રહી છે પરંતુ તેની સાથોસાથ ઑનલાઇન ડેટા લીક થવાનું જોખમ પણ સતત વધી રહ્યું છે અને આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભારતની ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વોલેટ બાય યુ કોઇન હેક થઇ જતાં દેશના 3.25 લાખ યૂઝર્સનો સંવેદનશીલ ડેટા લીક થયો હોવાનો દાવો કરાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એક ખાનગી સાયબર સુરક્ષા રિસર્ચ એજન્સી અનુસાર ભારતના નાગરિકોની વિગતો ડાર્ક વેબમાં વેચવા કાઢવામાં આવી છે.

સાયબર સુરક્ષા એજન્સીના દાવા અનુસાર ઇન્ડિયન બેઝ્ડ ગ્લોબલ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ એન્ડ વોલેટ વાય યુ કોઇન હેક થઇ જતાં 3 લાખ 25 હજાર યૂઝર્સનો ડેટા લીક થયો છે. આ ડેટામાં કેવાયસીનો સમાવેશ થાય છે. એટલે કે પાનકાર્ડ, પાસપોર્ટ, બેંક વિગતો, યૂઝર્સની વોલેટ ડિટેલ તેમજ ડિપોઝીટની હિસ્ટ્રીનો રેકોર્ડ હેકર્સ પાસે પહોંચી ગયો છે.

એજન્સીના દાવા અનુસાર યૂઝર્સના ડેટાની 6 જીબીની ફાઇલ ડાર્ક વેબમાં વેચવા કાઢવામાં આવી છે અને ત્રણ બેકઅપ ફાઇલ પણ સાથે જોડવામાં આવી છે. આ ડેટાના આધારે યૂઝર્સને ઇમેઇલ કે સંદેશ મોકલીને છેતરપિંડી થઇ શકે છે. જો કે, બાય યુ કોઇએ આ અંગે નિવેદન આપ્યું ન હતું.

હેકિંગની આવી જ બીજી ઘટના પિક્સલર સાથે થઈ હતી. ફ્રી ફોટો એડિટર એપ પિક્સલરમાંથી હેકર્સે દુનિયાના ૧૯ લાખ યુઝર્સના નંબર,. નામ, ઈમેઈલ આઈડી, એડ્રેસ જેવો ડેટા તફડાવી લીધો છે. હેકર્સે આ ડેટા ડાર્ક વેબના હેકિંગ ફોરમમાં ફ્રીમાં ઉપલબ્ધ કરાવ્યો હોવાનો દાવો રીપોર્ટમાં થયો હતો.

(સંકેત)