Site icon Revoi.in

વ્હોટ્સએપ ફરીથી લાવી રહ્યું છે પ્રાઇવસી પોલિસી, જાણો શું છે ખાસ

Social Share

નવી દિલ્હી: વ્હોટ્સએપ ફરીથી તેની નવી પ્રાઇવસી પોલિસી લઇને આવી રહ્યું છે. વ્હોટ્સએપની પહેલી પ્રાઇવસી પોલિસીને લઇને ખૂબ જ વિવાદ ચગ્યો હતો, ત્યારબાદ તેને અપડેટ કરવામાં આવી. હવે નવી પ્રાઇવસી પોલિસીને મંજૂર કરવાની સમય મર્યાદા 15 મે નક્કી કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં વ્હોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને રજૂ કરવામાં આવશે. આ પહેલાની પ્રાઇવસી પોલિસી વખતે થયેલી બબાલ બાદ નવી પોલિસીમાં ખૂબ જ સાવધાની રખાઇ છે.

વ્હોટસએપની નવી પ્રાઇવસી પોલિસીને સંપૂર્ણપણે બરાબર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વ્હોટ્સએપનું કહેવું છે કે તેણે યૂઝર્સની પ્રાઇવસીનું સંપૂર્ણપણે ધ્યાન રાખ્યું છે. પોલિસીમાં ગોપનીયતાનો અધિકાર સંપૂર્ણપણે જાળવી રખાયો છે. યૂઝર્સની સંમતિ વિના કોઇને તેનો ડેટા આપવાનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો, કારણ કે લોકોની અંગત ચેટ એન્ક્રિપ્ટેડ સ્વરૂપમાં જ રહે છે, જે ન તો વ્હોટ્સએપ કે ફેસબૂક કે કોઇ ત્રીજો પક્ષ જોઇ શકે છે.

આ વર્ષે જાન્યુઆરીમાં આવેલી વ્હોટ્સએપના પ્રાઈવસી પોલિસીમાં મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, ફોન મોડલ, સ્થાનની માહિતી જેવા ફેસબુકની માલિકીની કંપનીઓ મેસેંજર, ઈન્સ્ટાગ્રામ અને થર્ડ પાર્ટી સાથે માહિતી શેર કરવાની વાત સહિતના ડેટાની વાત કરવામાં આવી હતી. આ નીતિ ઉપર ઘણા વિવાદ થયા હતા. વ્હોટ્સએપ નવી પ્રાઈવસી પોલિસીને મંજૂરી આપવા માટે અંતિમ તારીખ પણ નક્કી કરવામાં આવી છે. જો તમે 15 મી મે સુધીમાં નવી પ્રાઈવસી પોલિસીને મંજૂરી નહીં આપો તો તમારી વ્હોટ્સએપ સેવા બંધ થઈ શકે છે.

વ્હોટ્સએપે નવી પ્રાઈવસી પોલિસીને મંજૂરી આપવા માટે સંપૂર્ણ સમય આપ્યો છે. જેથી વપરાશકર્તાઓ નવી અપડેટ પોલિસીને યોગ્ય રીતે સમજી શકે અને મંજૂરી આપી શકે. જો કોઈ
નવી પોલિસીને મંજૂરી આપવા માટે સંપૂર્ણ સમય આપ્યો છે જેથી વપરાશકર્તાઓ નવી અપડેટ પોલિસીને યોગ્ય રીતે સમજી અને મંજૂરી આપી શકે. જો કોઈ યુઝર નીતિ પર સહમત ન થાય તો તેની વોટ્સએપ સેવાઓ મર્યાદિત કરી શકાય છે.

(સંકેત)