Site icon Revoi.in

તમારું વોટ્સએપ એકાઉન્ટ થઇ શકે છે હેક, આ રીતે સેટિંગ ચેંજ કરી રહો સેફ

Social Share

નવી દિલ્હી: સોશિયલ મીડિયાનો વ્યાપ જે ગતિએ વધી રહ્યો છે તેની સાથોસાથ ઓનલાઇન સ્કેમ પણ એટલા જ વધી રહ્યા છે. હેકર સોશિયલ મીડિયા યૂઝર્સને હવે ઝડપી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે. હવે વોટ્સએપ એ હેકર્સ અને સ્કેમર્સનું લેટેસ્ટ ટાર્ગેટ છે. હેકર્સ OTP ટ્રીક દ્વારા તમારા એકાઉન્ટને હેક કરી શકે છે. વોટ્સએપ એક એવી એપ છે જેને સમગ્ર વિશ્વમાં મોટાભાગના લોકો યૂઝ કરે છે.

વોટ્સએપ એક એવી એપ છે જેના દ્વારા લોકો એકબીજાને ડૉક્યુમેન્ટ્સ અને ડેટા શેર કરે છે. જેના કારણે હેકર્સ તમારા ડેટા ચોરવા માટે વૉટ્સએપને હેક કરી રહ્યા છે.

આ રીતે તમારું વોટ્સએપ એકાઉન્ટ હેક થઇ શકે છે

OTP ગેમ દ્વારા તમારું એકાઉન્ટ હેક કરી લેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે જોઇએ તો તમને તમારા મિત્રના નંબર પરથી એક મેસેજ આવી શકે છે જેમાં લખ્યું હોય કે તે કોઇ ઇમરજન્સીમાં છે અને તેને તમારી હેલ્પની જરૂર છે. બાદમાં હેકર તમારા નંબર પર આવેલ OTP નંબર માંગશે. જેવો તમે તેને નંબર આપશો કે તમારું એકાઉન્ટ તમારા મોબાઇલમાંથી લોગઆઉટ થઇ જશે અને હેકર તે એકાઉન્ટ યૂઝ કરી શકશે. ક્યારેય પણ તમને જો આ પ્રકારે OTP આવે અને કોઇ તે નંબર માંગે તો તેને આપશો નહીં, નહીંતર તમે સ્કેમના ભોગ બનશો.

એકવાર જો તમે ભૂલથી પણ OTP આપી દો છો અને તમારું એકાઉન્ટ હેક થઇ જાય છે તે હેકર તમારા સેન્સિટિવ ડેટાનો દૂરુપયોગ કરી શકે છે અને તમારા એકાઉન્ટ દ્વારા તમારા બીજા મિત્રોના વોટ્સએપ હેક કરી શકે છે. જો ક્યારેય પણ તમે આ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થાવ તો પહેલા તમારા જે તે મિત્રને ફોન કરો અને કન્ફર્મ કરો કે તેજ છે કે નહીં. જો તમે OTP નંબર શેર કરી દેશો તો સમસ્યામાં મૂકાઇ જશો.

આ રીતે તમે સલામત રહી શકો છો

આ પ્રકારના સ્કેમથી દૂર રહેવા માટે તમે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરી દો. તમે ખૂબ સરળ સ્ટેપ્સમાં આ ફીચર તમારા વોટ્સએપમાં ઓન કરી શકો છો.

આ સ્ટેપ્સ ફોલો કરો

(સંકેત)