Site icon Revoi.in

ટૂંક સમયમાં વોટ્સએપ પર રોલઆઉટ થશે આ ફીચર

Social Share

વોટસએપ તેના યુઝર્સના ચેટિંગ એક્સપીરીયન્સને વધુ સારું બનવા માટે નવા – નવા ફીચર લાવતા હોય છે. કંપની છેલ્લા કેટલાક સમયથી મલ્ટીપલ ડિવાઇસ સપોર્ટ નામના નવા ફીચર પર કામ કરી રહી છે. આ એક મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર છે જે ટૂંક સમયમાં યુઝર્સ માટે રોલઆઉટ થઈ શકે છે. ત્યારબાદ યુઝર્સ એક જ નંબરથી મલ્ટીપલ ફોનમાં વોટ્સએપ ચલાવી શકશે.

વોટ્સએપ v2.20.196.8 બીટામાં મલ્ટીપલ ડિવાઇસને સપોર્ટ આપવાનો ઓપ્શન ઓફર કરશે. કંપની આ માટે યુઝર ઇંટરફેસ UI પર કામ કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ, સામે આવ્યું છે કે, આની મદદથી યુઝર્સ એક જ ખાતામાં ચાર ડિવાઇસીસને લિંક કરી શકશે. આ સાથે વોટ્સએપમાં લિંક્ડ ડિવાઇસીસના નામે એક અલગ સેક્શન આપવામાં આવશે, જેના દ્વારા જાણવા મળશે કે ક્યાં ડિવાઇસીસમાં એક જ નંબર પરથી એકાઉન્ટ્સ ચલાવવામાં આવી રહ્યું છે.

જો કે, મલ્ટિ-ડિવાઇસ ફીચર માટે Wi-Fi શા માટે જરૂરી છે તેના વિષે અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.આ વોટસએપ ડેટા ટ્રાન્સફર જેવા ચેટ હિસ્ટ્રી વગેરે જેવા માટે આ જરૂરી હોઈ શકે છે. મલ્ટિ-ડિવાઇસ ફિચર રોલઆઉટ થયા બાદ, જો તમે તેને એકટીવેટ કરો છો, તો તમને તે બધા ડિવાઈસ પર મેસેજ રિસીવ થશે, જેના પર તમે વોટ્સએપ લોગઇન કર્યું છે. આ સાથે સ્ટારીંગ મેસેજ, આર્કાઇવિંગ ચેટ્સ પણ અન્ય ડીવાઈસીસ સાથે પણ સિંક રહેશે.

(દેવાંશી)