Site icon Revoi.in

વિશ્વના અનેક દેશોમાં યુટ્યુબ સેવા થઇ ઠપ્પ, ટ્વિટર પર #YouTubeDOWN ટ્રેન્ડ થયું

Social Share

નવી દિલ્હી: વિશ્વની સૌથી વધુ લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઇટ યુટ્યૂબે આજે સવારે તેના યૂઝર્સને નારાજ કર્યા હતા. હકીકતમાં, આજે સવારે યુટ્યૂબ ડાઉન થઇ ગયું હતું. આશરે 1 કલાક સુધી ઠપ્પ રહ્યા બાદ યુટ્યુબની સેવા પૂર્વવત થઇ હતી. યૂઝર્સની નારાજગી વચ્ચે ખુદ યુટ્યૂબે ટ્વીટર મારફતે સર્વિસ ડાઉન થયા હોવાની બાબતની પુષ્ટિ કરી હતી.

સમગ્ર વિશ્વમાં યુટ્યૂબ ડાઉન થયા બાદ ટ્વિટર પર #YouTubeDOWN ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. યૂઝર્સને યુટ્યુબના એપ અને ડેસ્કટોપ બંને વર્ઝન પર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. યૂઝર્સ વીડિયો કે લોગઇન એક્સેસ કરવા માટે અસમર્થ રહ્યા હતા.

નોંધનીય છે કે, ડાઉનડિટેક્ટરે પણ યુટ્યુબ ડાઉન થયાની પૃષ્ટિ કરી હતી. સવારના સમયે 89 જેટલા લોકોએ ડાઉનડિટેક્ટર પર યુટ્યુબ ડાઉન થયાની ફરિયાદ કરી હતી અને અડધા કલાકમાં તો ફરિયાદ કરનારાઓની સંખ્યા 8,000 કરતા પણ વધી ગઈ હતી. આશરે 90 ટકા જેટલા લોકોએ વીડિયો પ્લે ન થતો હોવાની ફરિયાદ કરી હતી.