Site icon Revoi.in

તેલંગાણા: પેટ્રોલના વધતા ભાવથી કંટાળ્યો યુવક, કર્યું આવુ કામ

Social Share

હૈદરાબાદ: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત થયેલો વધારો લોકોને આર્થિક રીતે હેરાન પરેશાન કરી રહ્યો છે. કોરોનાકાળમાં કેટલાક લોકોની આવક અડધી થઈ ગઈ તો કેટલાક લોકોને નોકરી જતી રહી અને તેમાં પણ સતત વધી રહેલા પેટ્રોલના ભાવ લોકોને વધારે પરેશાન કરી રહ્યા છે.

તો આવામાં તેલંગાણામાં રહેતા એક યુવકે પણ એવુ પગલુ ભર્યું છે જેના વિશે જાણીને સૌ કોઈ ચોંકી જશે. આ વ્યક્તિએ પેટ્રોલના વધતા ભાવથી કંટાળીને પોતાના બાઈકને ઈલેક્ટ્રીક બાઈકમાં કન્વર્ટ કરી દીધી છે. તેના પછી તેને પોતાની મુશ્કેલીઓમાં થોડી રાહત મળી છે.

જો કે ગતવર્ષના લોકડાઉનના કારણે આ યુવકને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલીભર્યુ બન્યું હતું. તેવામાં પેટ્રોલના સતત વધી રહેલા ભાવે તેની મુશ્કેલીમાં વધારો કરી દીધો હતો.

યુવકના કહેવા પ્રમાણે નોકરીમાં ઓછો ફાયદો થવાને કારણે તેણે પોતાનો પ્રોફેશન છોડવાનું નક્કી કર્યું હતું પરંતુ પછી તેને ખ્યાલ આવ્યો કે આ સિવાય તે બીજું કોઈ કામ કરી શકે તેમ નથી. જેના પછી તેણે ઓછા ખર્ચામાં બાઈક ચલાવવાની યુક્તિ વિચારવાનું શરૂ કરી દીધું હતું. તેના પાસે પોતાના બચાવેલા થોડા પૈસા હતા. તેનાથી તેણે એક ઈલેક્ટ્રીક મોટર ખરીદી અને પોતાની બાઈકના પેટ્રોલ ટેન્કને ચાર 20 એમએએચની બેટરીના પેકથી બદલી નાખી હતી.

તેના પ્રમાણે આ બેટરીઓને ચાર્જ થતા ઓછામાં ઓછો 5 કલાકનો સમય લાગે છે. પરંતુ તેમાં માત્ર 10 રૂપિયાનો ખર્ચ થાય છે.