Site icon Revoi.in

પીએમ મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ,દ્વિપક્ષીય જોડાણના વિવિધ ક્ષેત્રોની કરી સમીક્ષા  

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફિલિપાઈન્સના પ્રમુખ મહામહિમ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર સાથે ફોન પર વાત કરી હતી.વડાપ્રધાનએ મહામહિમ માર્કોસ જુનિયરને ફિલિપાઈન્સના 17મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

બંને નેતાઓએ દ્વિપક્ષીય જોડાણના વિવિધ ક્ષેત્રોની સમીક્ષા કરી અને તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચેના સહકારની ઝડપી વૃદ્ધિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાનએ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને તેના ઈન્ડો-પેસિફિક વિઝનમાં ફિલિપાઈન્સ ભજવે છે તે મહત્વની ભૂમિકાનો પુનરોચ્ચાર કર્યો અને દ્વિપક્ષીય સંબંધોને વધુ વિસ્તૃત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

વડાપ્રધાનએ રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરને ફિલિપાઈન્સના વિકાસ માટેની તેમની યોજનાઓ અને પ્રોજેક્ટ્સમાં ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી પણ આપી હતી.