Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ,8 AK74, 14 ગ્રેનેડ, 48 મેગેઝિન મળી આવ્યા

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.બારામુલ્લાના ઉરી સેક્ટરમાં હથલંગા નજીક સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.માહિતી અનુસાર, સુરક્ષા દળોએ 24 મેગેઝીન અને 560 રાઉન્ડ સાથે 8 AK 74U, 24 મેગેઝીન અને 244 રાઉન્ડ સાથે 12 પિસ્તોલ, 14 ગ્રેનેડ અને પાકિસ્તાનના ધ્વજની છાપવાળા 81 બલૂન જપ્ત કર્યા છે.હાલમાં સુરક્ષાદળોએ આતંકીઓની ધરપકડ શરૂ કરી દીધી છે.

NIA આતંકવાદી સંગઠનોને ફંડિંગ સંબંધિત કેસમાં એક્શનમાં છે.મળતી માહિતી મુજબ, શનિવારે સવારે NIAની અનેક ટીમોએ પંજાબ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢ તેમજ જમ્મુ-કાશ્મીરમાં લગભગ એક ડઝન સ્થળોએ દરોડા પાડ્યા હતા.

NIAએ તાજેતરમાં નોંધાયેલા એક નવા કેસમાં ખાલિસ્તાની ઉગ્રવાદી જૂથ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. NIAની ટીમો શકમંદોના સ્થળો પર દસ્તાવેજો સ્કેન કરી રહી છે. NIAના આ દરોડાની જેડીમાં આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવણી હોવાની આશંકા છે.જમ્મુ અને કાશ્મીરમાં પણ NIAએ શંકાસ્પદો સાથે સંબંધિત કેટલીક જગ્યાઓ પર દરોડા પાડ્યા છે.

 

Exit mobile version