Site icon Revoi.in

કાશ્નમીરના પુલવામાં આતંકીઓએ બંદુક વડે નાગરિકો પર કર્યો હુમલો- બે  લોકોને ગોળી મારી,એકની હાલત ગંભીર થતા હોસ્પિટલમાં દાખલ

Social Share

શ્રીનગર – જમ્મુ કાશ્મીર પ્રદેશ અત્યંત સંવેદશીલ ગણાતો વિસ્તાર થછે, અહીં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાની તૈયારીમાં જ રહેતા હોય છે જો કે દેશની સેના સતત ખડેપગે રહીને આતંકવાદી પર્વૃત્તિઓ સામે લડત આપી રહી છે, પહેલા કરતા ઘણી સ્થિતિ સુધરી રહી છે,ત્યારે ફરી એક વખત પુવલામાં આતંકીઓએ નાગરિકોને નિશાન બનાવ્યા હતા

પ્રાપ્ત જાણકારી પ્રમાણે કાશ્મીરમાં આતંકવાદીઓએ વિતેલી સાંજે આશરે 7 વાગ્યે અને 15 મિનિટે અહી આવેલા બે પ્રવાસી નાગરિકોને ગોળી મારી દીધી હતી. બન્ને ઘાયલોને ગંભીર હાલતમાં પુલવામા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી એકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આતંકવાદીઓએ રવિવારની મોડી સાંજે પુલવામાના નૌપોરામાં પઠાણકોટના રહેવાસી પોલ્ટ્રી વાહનના ડ્રાઈવર અને કંડક્ટરને ગોળી મારી દીધી હતી. બંનેની ઓળખ પઠાણકોટના સુરેન્દ્ર અને ધીરજ તરીકે થઈ કરવામાં આવી છે. જેમાં એક વ્યક્તિને છાતીના ભઆગમાં ગોળી વાગી છે અને તેની ગંભીર સ્થિતિને જોતા તેને શ્રીનગરની SHMS હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.પુલવામા જિલ્લા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટરે જણાવેલી વિતગ પ્રમાણે ધીરજ નામના વ્યક્તિને  પગમાં ગોળી વાગી છે. આ હુમલા બાદ સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા અને વિસ્તારને ઘેરી લીધો અને આતંકીઓની શોધખોળ શરૂ કરી દીધી.