Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો – ઘટનામાં 1 જવાન શહીદ

Social Share

શ્રીનગર – જમ્મુ કાશ્મીર કે જ્યાં આતંકવાદીઓની નજર હંમેશા ટકેલી હોય છે અહીંની શઆંતિને સતત ભંગ કરવાના નાપાક ઈરાદાઓ સાથે તેઓ કેટલાક વસ્તારોમાં હુમલો કરતા હોય છે ત્યારે વિતેલી રાત્રે જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો.

શનિવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં થયેલા ગ્રેનેડ હુમલામાં એક પોલીસકર્મી શહીદ થયો છે. કુલગામના કૈમોહમાં ગ્રેનેડ હુમલો થયો હતો, જેમાં પૂંચના મેંધરના રહેવાસી પોલીસ કર્મચારી તાહિર ખાન ઘાયલ થયા હતા., તાહિર ખાન  સારવાર  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે સેનાનો જવાન સારવાર દરમિયાન જ શહીદ થઈ ગયો હતો.

કાશ્મીર પોલીસ ઝોનના અધિકૃત હેન્ડલએ ટ્વીટ કર્યું કે, “ગઈ રાત્રે કુલગામમાં ગ્રેનેડ હુમલાની જાણ થઈ. આ આતંકવાદી ઘટનામાં પૂંચનો એક પોલીસકર્મી તાહિર ખાન ઘાયલ થયો હતો. તેને સારવાર માટે અનંતનાગનીજીએમસી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોતાની ઈજાઓથી દમ તોડ્યો અને તે શહીદ થઈ ગયો.

Exit mobile version