Site icon Revoi.in

રાજૌરીનો થન્નામંડીમાં આતંકવાદીઓનું ઠેકાણું નાશ કરાયું , ગુફામાંથી ચાર રિમોટ IED અને વિસ્ફોટક જપ્ત

Social Share
ચોક્કસ માહિતી મળ્યાં  બાદ સેનાએ તન્નામંડીના ધારા મક્કલ પીર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન કુદરતી ગુફામાં સર્ચ ઓપરેશન દરમિયાન સેના દ્વારા મોટી સંખ્યામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા.
આ બાબતને લઈને સૂત્રોએ જણાવ્યું કે સેનાએ IED અને અન્ય વસ્તુઓ કબજે કરી લીધી છે. શનિવારે સવારે આ સામગ્રીનો નાશ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ જંગલોમાં આવી કુદરતી ગુફાઓમાં સંતાય  કરે છે અને સુરક્ષા દળો પર ઓચિંતો હુમલો કરે છે. આમાં ઘણીવાર સુરક્ષા દળોને નુકસાન વેઠવું પડે છે.
આ સાથે જ એવી  આશંકા છે કે તન્નામંડીના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ પણ હાજર હોઈ શકે છે, જેમની ધરપકડ માટે સેના ઘેરાબંધી કરી રહી છે.આ અગાઉ ગયા મહિને સોલકી ગામમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. ગયા મહિને જ રાજોરીના સોલકી ગામના બજીમલ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.