Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર: બટોટ-ડોડા રોડ પર સેનાના કાફલા પર આતંકી હુમલો

Social Share

જમ્મુ-કાશ્મીરના બટોટ-ડોડા રોડ પર સેનાના જવાનો પર આતંકી હુમલો થયો છે. જણાવવામાં આવે છે કે અહીં આતંકવાદી હુમલો સેનાના કાફલા પર થયો છે. જો કે શરૂઆતની જાણકારી પ્રમાણે આ આતંકી હુમલામાં કોઈ ખુવારીના અહેવાલ નથી અને જવાનના ઘાયલ થવાના પણ સમાચાર પ્રારંભિક અહેવાલમાં નથી. જણાવવામાં આવે છે કે જવાનો પર હુમલામાં 2થી3 આતંકવાદીઓ સામેલ છે.

પહેલા જ ઈન્ટેલિજન્સ એજન્સીઓને ઈનપુટ્સ મળ્યા હતા કે યુએનજીએની બેઠક સમાપ્ત થયા બાદ પાકિસ્તાન અંકુશ રેખાની નજીક કંઈક મોટું કરવાની તૈયારીમાં છે. તેના માટે નાગરીકોને શીલ્ડ બનાવવામાં આવે તેવી પણ શક્યતા છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ એલઓસી નજીક સુરક્ષાદળોને એલર્ટ કર્યા છે.

સૂત્રોના ઈનપુટ્સને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાની સેના અને જમાત-ઉલ-અલ-હદીસે ત્રણ હજારથી 4 હજાર યુવાઓને ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં એલઓસીનું ઉલ્લંઘન કરવા માટે તૈયાર કર્યા છે. તેમને એક માસ સુધી ટ્રેનિંગ આપવામાં આવી છે. જમાત-ઉલ-અલ-હદીસ 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનું નવું ફ્રન્ટલ સંગઠન છે.

સૂત્રો જણાવે છે કે ટ્રેન્ડ કરવામાં આવી રહેલા આ આતંકવાદીઓમાં જેકેએલએફના કેટલાક યુવા સદસ્યો પણ સામેલ છે. આ આતંકીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સક્રિય છે. સૂત્રો પ્રમણે, આ ટ્રેનિંગનો ઉદેશ્ય યુવાનોનું માઈન્ડવોશ કરીને તેમને એલઓસી સાથેના વિસ્તારોમાં મોકલવાનું છે. તેનાથી તે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ઘૂસણખોરી કરી શકે છે.

ક્યારે સુધરશે પાકિસ્તાન

પાકિસ્તાન આવા તમામ મનસૂબાઓને કંઈક આવી રીતે અંજામ આપવાની ફિરાકમાં છે, જેનાથી ભારતીય સુરક્ષાદળો જવાબી કાર્યવાહી કરે, તો પાકિસ્તાન તેના નાગરીકોના માનવાધિકારોના ઉલ્લંઘનની જેમ દુનિયાની સામે મામલાને રજૂ કરી શકે.

તેના સિવાય પાકિસ્તાની સેના આ ભીડની સાથે જ પોતાની બેટ એટલે કે બોર્ડર એક્શન ટીમના સદસ્યોને પણ મોકલી રહી છે. જો આ બધું અંકુશ રેખાના ઉલ્લંઘનમાં કામિયાબ રહે તો મોટી ગડબડ પેદા કરી શકાય છે.